Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કેજરીવાલ સરકાર પારદર્શિતા લાવવા કેબિનેટ ઉપરાંત અધિકારીઓ સાથેની તમામ બેઠકોનું જીવંત પ્રસારણ કરશેઃ મારામારી પ્રકરણ બાદ મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્‍હીમાં કેજરીવાલ સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો વિરૂદ્ધ મારામારી કર્યાનો આક્ષેપ લગાવતા તેના પ્રત્યાઘાતરૂપે હવે દિલ્‍હી સરકાર દ્વારા કેબિનેટ ઉપરાંત અધિકારીઓ સાથેની તમામ બેઠકોનું જીવંત પ્રસારણ કરશે તેવો નિર્ણય લેવાયો છે.

આ બેઠકનુ રેકોર્ડિગ અને વેબસાઈટ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રી સહિત દિલ્હીના તમામ મંત્રીઓની અધિકારીઓ સાથેની બેઠકને પણ લાઈવ કરવામાં આવશે.  આ ઉપરાંત સરકાર કેબિનેટ બેઠકને પણ લાઈવ કરશે.. કેજરીવાલ સરકાર તમામ નીતિઓ અને  સરકારના કામકાજ અંગેની માહિતી પણ આપવામાં આવશે.. 

એક સપ્તાહ પહેલા અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો વિરૂદ્ધ મારામારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જે પૈકી  બે ધારાસભ્યો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તો આ મામલે દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાનેથી 21 સીસીટીવી કેમેરાના ડીવીઆરને પણ જપ્ત કર્યા છે. મારામારી બાદ દિલ્હીમાં આપ સરકારની ટીકા કરવામાં આવી હતી. ત્યારે કેજરીવાલ સરકારે અધિકારીઓ સાથેની તમામ બેઠકને લાઈવ અન રેકોર્ડ કરવાનો નિર્ણય લીધો છે.

(5:23 pm IST)