Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શ્રીદેવીની અંતિમ ઇચ્છાને પૂરી કરવા બધુ જ સફેદ કરાયું, બંગલા 'ભાગ્ય'ને સફેદ કપડાથી ઢાંકી દેવાયો

મુંબઇ તા. ૨૬ : બોલિવૂડ માટે ૨૪ ફેબ્રુઆરીનો દિવસ બ્લેક ડેમાં ફેરવાય ગયો, જયારે ઈન્ડસ્ટ્રીએ પોતાની પહેલી ફીમેલ સુપસ્ટાર શ્રીદેવીને ગુમાવી દીધી. દુબઈમાં શનિવાર રાતે હાર્ટ અટેકના કારણે શ્રીદેવીના મોતના સમાચારથી સમગ્ર દેશમાં ગમગીની છવાઈ ગઈ હતી. આજે સાંજે અભિનેત્રીનાં નશ્વર દેહને દેશમાં લાવવામાં આવશે, તેના પછી અંતિમ દર્શન માટે નશ્વર દેહને અભિનેત્રીનાં મુંબઈ સ્થિત જુનો બંગ્લો 'ભાગ્ય બંગલા'માં લઈ જવામાં આવશે.

તમણે જણાવી દઈએ કે શ્રીદેવીને સફેદ રંગ વધારે પસંદ હોવાને કારણે તેમના બંગલાને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે. તે હંમેશા પરિવાર અને નિકટના સભ્યોને કહેતી હતી કે તેના અંતિમ સમયે બધુ જ સફેદ રંગનું હોય. આથી જ અંતિમ યાત્રામાં દરેક વસ્તુઓ સફેદ રંગની રાખવામાં આવી છે. ઘરના પડદા પણ સફેદ રંગના લગાવવામાં આવ્યા છે. ફૂલો પણ સફેદ મંગાવવામાં આવ્યા છે.

શ્રીદેવીનાં અંતિમ દર્શન માટે તેમના મિત્રો, પરિવારના સભ્યો, ફિલ્મ અને રાજનિતિ સાથે જોડાયેલાં લોકો શામેલ થશે. દુબઈમાં શનિવાર રાતે શ્રીદેવીના નિધન પછી તેમણા શરીરનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. જો કે, હજું સુધી પોસ્ટમોર્ટમનાં રિપોર્ટ વિશેની જાણકારી આપવામાં નથી આવી. જો કે, આજે સાંજ સુધીમાં શ્રીદેવીનાં નશ્વર દેહને મુંબઈ લાવવામાં આવશે.

(3:56 pm IST)