Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૫ વર્ષથી નાના બાળકો માટે ખાસ 'બાલ આધાર કાર્ડ'

UIDAIએ લોન્ચ કર્યું બ્લુ કલરનું નવુ આધાર કાર્ડ

નવી દિલ્હી તા. ૨૬ : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ ૫ વર્ષથી નાની ઉંમનરા બાળકો માટે ખાસ બ્લ્યુ રંગનું 'બાલ આધાર કાર્ડ' લોંચ કર્યું છે. તમામ સરકારી લાભ અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયેલા આધાર કાર્ડ અંગે UIDAIએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.

૫ વર્ષથી નાની ઉંમરના બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનો આધાર નંબર અને બાળકના જન્મનું પ્રમાણપત્ર જરુરી રહેશે. જયારે ૫ વર્ષથી નાના બાળકોની બાયોમેટ્રિક ડિટેઇલ્સ જરુરી નહીં રહે.

અલબત્ત્। પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ બાળકની બયોમેટ્રિકસ ડિટેઇલ્સ અપડેટ કરાવવી પડશે. જેને કોઈપણ નજીકના આધાર કેન્દ્રમાં કરાવી શકાય છે. જો તમે ૭ વર્ષ સુધી તમારા બાળકની આધાર ડિટેઇલ્સ અપડેટ નથી કરાવતા તો કાર્ડ સસ્પેન્ડ થઈ જશે.

પાંચ વર્ષ બાદ બાળક જયારે ૧૫ વર્ષનું થાય ત્યારે પણ ફરી એકવાર તેની બાયોમેટ્રિક ડિટેઇલ્સ અપડેટ કરાવવી પડશે. જો તમે ઇચ્છતા હોવ કે તમારુ બાળક વિદેશમાં જઈને ભણે અથવા વિદેશથી સ્કોલરશીપ મેળવે તો તેના માટે બાલ આધાર જરુરી ડોકયુમેન્ટ્સ રહેશે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ તેના નામ પ્રમાણે બેંકના એકાઉન્ટ ખોલાવવાથી લઈને સિમ કાર્ડ લેવા સુધી દરેક બાબતોમાં મુખ્ય આધાર બની ગયું છે.

(3:56 pm IST)