Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રેલવેમાં ૯૦,૦૦૦ જગ્યા માટે ભરતી, તમે અરજી કરી?

દર વર્ષે ૪૦-૫૦ હજાર કર્મચારી નિવૃત્ત થાય છે

નવી દિલ્હી તા. ૨૬ : ભરતીય રેલવેમાં બમ્પર ભરતી થવા જઇ રહી છે. ગેંગમેન, ટેકિનશિયન્સ, સ્વિચમેન, ટ્રેકમેન, કેબિનમેન,સ વેલડર્સ, હેલ્પર્સ અને પોર્ટર્સ સહિતના પદ માટે ૯૦,૦૦૦ની કર્મચારીની ભરતી કરવામાં આવશે. બેરોજગારી ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર આ ભરતી બહાર પાડી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર વિપક્ષ અને ટિકાકારોને મોટા પાયે ભરતી કરીને જવાબ આપી રહી છે. ઉલ્લેખીય છે કે રોજગારીના પૂરતા પ્રમાણમાં રોજગારીના રસ્તા ન ખોલી શકતાં મોદી સરકારને વિપક્ષ દ્વારા સતત ઘેરવામાં આવી રહી છે. બીજી બાજુ રેલવેની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પણ રેલવેમાં મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રેલવે અકસ્માતોમાં વધારો થયો છે. એવામાં રેલવે મંત્રી પિયૂષ ગોયલનો પ્રાથમિક ઉદ્દેશ્ય ખાલી પડેલી જગ્યા ભરવાનો છે.

રેલવેમાં ૧.૨ લાખ જેટલી જગ્યા ખાલી પડી છે. રેલવે ગ્રાઉન્ડ લેવલ પર વધુમાં વધુ વર્કફોર્સની ભરતી કરી પોતાની સેફટી ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબુત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સરકારના આ પગલાને યોગ્ય જણાવતાં એક અધિકારીએ કહ્યું કે દર વર્ષે રેલવેમાંથી ૪૦-૫૦ હજાર કર્મચારીઓની સેવાનિવૃત્ત્િ।ને પગલે લાંબા સમયથી ભરતી કરવાની બાકી હતી. રેલવેની સુરક્ષામાં બાંધછોડ કરી શકાય નહીં. આનાથી સરકારે દર વર્ષે ૪૦૦૦ કરોડનો વધારાનો ખર્ચો થતો હોય છે.

ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગે ડી કેટેગરીમાં ૬૩૦૦૦ નોકરી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં ગેંગમેન, ટ્રેકમેન અને અન્ય પદ સામેલ છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ લોકો પાયલટ્સના પદ માટે ખાલી પડેલી ૨૬,૫૦૦ જગ્યા પર ભરતી રકવા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ભરતી માટે લઘુત્ત્।મ યોગ્યતા અને ઉંમર મર્યાદાને લઇને વિવાદ થયો છે. જેને પગલે રેલવે વિભાગે ૬૨,૯૦૭ જગ્યા માટે લઘુત્ત્।મ યોગ્યતામાં રાહત આપી છે અને આઇટીઆઇ કે સમકક્ષ સર્ટિફિકેટની જરૂરતને હટાવી દીવાનો નિર્ણય લીધો છે. હવે કોઇપણ ૧૦ પાસ વ્યકિત આ ભરતી માટે અપ્લાય કરી શકશે. રેલવેએ તમામ શ્રેણીની ઉંમર મર્યાદા ૨ વર્ષનો ઘટાડો કર્યો છે.

(3:55 pm IST)