Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સુરત નાઇટ મેરેથોન : મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી : લાખો લોકો ઉત્સાહપૂર્વક નાઇટ મેરેથોનમાં જોડાઇ ગયા

સુરત,તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે સુરત નાઇટ મેરેથોનને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને અન્ય આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત નાઇટ મેરેથોનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. નાઇટ મેરેથોનમાં યુવાનો ઉત્સાહપૂર્વક મેદાનમાં પહોંચ્યા હતા. સુરત નાઇટ મેરેથોનને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી હતી. આને લઇને અભૂતપૂર્વ તૈયારી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી સૂરત નાઇટ મેરેથોનની તૈયારી ચાલી રહી હતી. સૂરતમાં નાઇટ મેરેથોન દરમિયાન કેટલાક નવા રેકોર્ડ પણ થયા હતા. સૂરત નાઇટ મેરેથોનમાં ભાગ લેવા ૧.૫ લાખ રનર્સ દ્વારા તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ સમગ્ર સુરત ઝળહળતી રોશનીમાં નાઇટ મેરેથોનના રંગમાં રંગાઇ ગયું હતું. આ ઇવેન્ટ માટેના આયોજક સૂરત નાગરિક સમિતીના અધિકારીઓએ ગઇકાલે જ કહ્યું છે કે, ૧ લાખથી વધુ સંખ્યામાં અરજી આવી ચુકી છે. ફુલ મેરેથોન માટે અપેક્ષા કરતા ઓછી અરજીઓ મળી હતી. હાફ મેરેથોન માટે ૮૦૦૦થી વધારે અરજી આવી હતી. મેરેથોન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી શરૂ થઇ હતી અને અને દુમાસ રોડ, ઓએનજીસી બ્રિજ, વીઆર મોલ થી કારગિલ ચોક મારફતે આગળ વધી હતી. સૂરત મેરેથોન લઇને અભૂતપૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હતી. રસ્તામાં ટ્રાફિક સર્કલ પર ૧૩ જુદા-જુદા આકર્ષક પેવેલિયન બનાવવામાં આવ્યા હતા. ૨૮ હજાર લાઇટો મુકવામાં આવી હતી. મેરેથોન દરમિયાન ૧૮ લાઇવ બેંડ જુદા જુદા સ્થળ પર પરફોર્મ કરતા નજરે પડ્યા હતા. ક્લિન ઇન્ડિયા, ક્લિન સિટી લઇને સંદેશા સાથે ૨૫૦૦ લોકો રસ્તા ઉપર ઉભેલા નજરે પડશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૬ લાખ રૂપિયાના ખર્ચે રાહુલ રાજ મોલ નજીક બનાવવા  આવેલી ડિજીટલ દિવાલ હતી. આ ઇવેન્ટ માટે ૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સૂરત નાગરિક સમિતી દ્વારા આ ખર્ચ ઉપાડવામાં આવશે. ડોનેશન મારફેત નાણા ઉભા કરાશે. સુરત નાઇટ મેરેથોનને લઇને તંત્ર દ્વારા પણ અભૂતપૂર્વ તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવી હતી. પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યવસ્થા કરવામાં  આવી હતી.

(12:00 am IST)
  • બ્રિટનમાં કોલ્ડવેવ એલર્ટ : સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે. હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ કહ્યું છેકે, 3 દિવસ ખરાબ હવામાન અને ભારે બરફવર્ષા થશે. access_time 1:04 am IST

  • જી પ્રધાન શ્રીદેવીના મૃત્યુ પાછળ કોઈક પ્રકારની હવાલા લીક હોવાનું જણાવે છે અને એનઆઈએ (નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા સંપૂર્ણ તપાસની માંગણી કરી છે તેમણે પીએમઓ ઇન્ડિયાને બને એટલે ઝડપથી વિસ્તૃત રિપોર્ટ માંગવા પણ વિનંતી કરી છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે મને મળેલા અહેવાલો મુજબ દુબઈમાં શ્રીદેવી જ્યાં ઉતરી હતી તેનાથી ત્રણ ફ્લોર નીચે મોટો હવાલા ઓપરેટર પર ઉતર્યો હતો access_time 1:35 am IST

  • સરકારી કર્મચારીઓ આનંદો... : સરકારી કર્મચારીઓમાં સાતમા પગાર પંચ અંતર્ગત ન્યૂનતમ સેલરી 21000 આપવામાં આવશે. સરકાર એપ્રિલ માસથી વધેલી સેલરી આપવાનું શરૂ કરી શકે છે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ ન્યૂનતમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટરને વધારવાનો નિર્ણય કર્યો છે. સાતમાં પગાર પંચ અનુસાર પગાર દર મહિને 7000થી લઈને 18000 રૂપિયા સુધી વધી શકે છે. access_time 1:01 am IST