Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શ્રીદેવીના ૧૦ સોંગ્સ જે હંમેશા લોકોના દિલોમાં રહેશે!

મુંબઇ તા. ૨૬ : બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીના અચાનક નિધનથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. જયાં તેમની એકિટંગની બધી બાજુ ચર્ચા થઈ રહી છે, તો તેમના ડાન્સ પરફોર્મન્સ ઓડિયન્સને થિયેટર્સ સુધી ખેંચી લાવવા માટે કાફી હતા. પોતાના ચાર દશકાના કરિયર દરમિયાન શ્રીદેવીએ ઘણા સુપરહિટ સોન્ગ આપ્યા. અહીંયા અમે તમને તેમના ૧૦ સુપરહિટ સોંગ્સની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ...

ચાલબાજ

ફિલ્મમાં શ્રીદેવીનો ડબલ રોલ હતો જેની ખૂબ પ્રશંસા થઈ. આ સોન્ગ ફિલ્મમાં તેમના કેરેકટર અંજૂને સમગ્ર રીતે દર્શાવે છે. તેમાં તે વરસાદમાં છત્રી અને રેઈનકોટ સાથે ડાન્સ કરતી નજર આવે છે.

મેં તેરી દુશ્મન- (નગીના)

આ સુપરહિટ ફિલ્મમાં શ્રીદેવીએ શ્નઈચ્છાધારી નાગિનલૃનો રોલ નીભાવ્યો હતો. આ ફિલ્મને ટીવી પર દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મનું સોન્ગ શ્નમેં તેરી દુશ્મનલૃમાં શ્રીદેવીએ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.

કાંટે નહીં કટતે (મિસ્ટર ઈન્ડિયા)

આ સોન્ગમાં શ્રીદેવી એક અદૃશ્ય વ્યકિત સાથે રોમાન્સ કરતી દેખાય છે. ગીતમાં તે ખૂબ જ સુંદર અને ગ્રેસફુલ નજર આવે છે.

નૈનો મેં સપના (હિમ્મતવાલા)

૧૯૮૩માં આવેલી આ ફિલ્મ ખૂબ પોપ્યુલર થઈ પરંતુ ફિલ્મની સાથે સોન્ગમાં જિતેન્દ્ર અને શ્રીદેવીના પરફોર્મન્સને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું.

હવા હવાઈ (મિ. ઈન્ડીયા)

આ શ્રીદેવીના કલાસિક સોન્ગમાંથી એક છે. આ સોન્ગમાં તેની જાદૂઈ વ્યકિતત્વ દેખાય છે, સાથે જ તેનો ડાન્સિંગ ટેલેન્ટ પણ જોવા મળે છે. આ સોન્ગને એટલું પસંદ કરવામાં આવ્યું કે, ૨૦૧૭માં આવેલી ફિલ્મ શ્નતુમ્હારી સુલુલૃમાં પણ ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યું.

હર કિસી કો નહીં મિલતા (જાંબાઝ)

ફિલ્મમાં શ્રીદેવીનો ખાસ મોટો રોલ નહોતો પરંતુ સમુદ્ર કિનારે ફિરોઝ ખાન સાથે ફિલ્માયેલું તેનું સોન્ગ સુપરહિટ થયું હતું.

મોરની બાગાં મેં (લમ્હે)

આ ગીતમાં શ્રીદેવીની માસૂમિયત અને તેનો આત્મવિશ્વાસ દેખાય છે. રાજસ્થાનમાં રેતીના ઢગલાની વચ્ચે ડાંસ કરતી શ્રીદેવીનો શાહી અંદાજ નજર આવે છે.

મેરે હાથો મેં (ચાંદની)

આ ગીત શ્રીદેવીના કેરેકટર ચાંદનીની મહિમા દર્શાવે છે. ફિલ્મના ગીતમાં શ્રીદેવીના આ પરફોર્મન્સ બાદ ઋષિ કપૂરનું કેરેકટર તેના પ્રેમમાં પડી જાય છે. શ્રીદેવી પોતાની ડાન્સિંગ સ્કીલ માટે જાણીતી હતી અને આ ગીત તેનું બંધ બેસતું ઉદાહરણ છે.

કભી મેં કહું (લમ્હે)

આ ગીત પૂજા (શ્રીદેવી) અને વીરેન (અનિલ કપૂર)ના પ્રેમને સેલિબ્રેટ કરે છે. આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી ફિલ્મના સારને બનાવી રાખે છે.

નવરાઈ માઝી (ઈંગ્લિશ વિંગ્લિશ)

આ વેડિંગ સોન્ગમાં શ્રીદેવીનું ડાન્સ પરફોર્મન્સ તો નથી, પણ તે સોન્ગ પર થિરકતી દેખાય છે. અને તેમાં જ તેનું સૌદર્ય પણ દેખાય છે.

(11:40 am IST)