Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

હવે આવશે AC હેલ્મેટ

હૈદ્રાબાદ તા. ર૬ :.. હૈદરાબાદમાં બાવસી વર્ષના મેકેનિકલ એન્જિનીયર કૌસ્તુભ કૌડિન્યા, શ્રીકાંત કોમ્મુલ્લા અને આનંદ કુમાર નામના ત્રણ સ્ટુડન્ટસે શરૂ કરેલી સ્ટાર્ટઅપ કંપની એ.સી. હેલ્મેટ બનાવી રહી છે. આવા હેલ્મેટ ઉનાળામાં બાઇક સવારો માટે વરદાનરૂપ સાબિત થશે.ર૦૧૬ માં એન્જિનીયરીંગ ડીગ્રી મેળવીને તેમણે એક ઇન્ડ્રીયલ હાઉસ માટે આવી હેલ્મેટ તૈયાર કરી હતી. આ તેની કિંમત પ૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી અને એની બેટરી બેથી ચાર કલાક ચાલતી હતી. ૪ થી ૮ કલાક ચાલે એવી બેટરી ધરાવતી હેલ્મેટની કિંમત પપ૦૦ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ હેલ્મેટ ઇન્ડિયન નેવી અને તાતા મોટર્સ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. માર્ચ સુધીમાં તેઓ ૧૦૦૦ એ.સી. હેલ્મેટ તૈયાર કરશે. તેઓ હૈદરાબાદ ટ્રાફીક-પોલીસને આવી ૧૦ હેલ્મેટ યાર કરીને આપશે.

(11:37 am IST)