Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૩૦૦ ફિલ્મોમાં અભિનય કરનારી શ્રીદેવી હવે છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મમાં આલીયા ભટ્ટ અને કરીશ્મા સાથે દેખાશે

નવી દિલ્હી : ૮૦ના દશકની સૌથી લોકપ્રિય અભિનેત્રી અને બોલીવૂડની સફળ અદાકારા ગણાતી શ્રીદેવી હવે કયારેય મોટા પડદા પર જોઈ શકાશે નહીં. મુખ્ય અભિનેત્રી તરીકે 'મોમ' શ્રીદેવીની અંતિમ ફિલ્મ હતી. અહેવાલ અનુસાર આ વર્ષે રીલીઝ થનારી શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં શ્રી દેવી, કરીશ્મા કપૂર અને આલીયા ભટ્ટ એક સાથે પડદા પર જોવા મળશે. શ્રીદેવી અન્ય કેટલી સ્ક્રીપ્ટ વાંચી રહી હતી અને પોતાની પુત્રી જાહનવીની ફિલ્મને લઈને વ્યસ્ત હતી. હવે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં મોટા પરદે તેમની અંતિમ ઝલક પ્રશંસકો માટે અત્યંત ભાવુક ક્ષણ હશે.(૩૭.૩)

(11:36 am IST)