Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સેન્સર બોર્ડે બંગાળી ફિલ્મના ગીતમાંથી 'મુસલમાન' શબ્દ 'મ્યુટ' કરવા આદેશ

સેન્સર બોર્ડે એક બંગાળી ફિલ્મના ગીતમાં વાપરવામાં આવેલા ''મુસલમાન'' શબ્દને મ્યુટ કરવાનો આદેશ આપ્યો છે. સેન્સર બોર્ડના આ નિર્ણયની ફિલ્મ નિર્દેશક વ્યથિત છે. સેન્સર બોર્ડે બંગાળી ફિલ્મ ''રીરોદિનેર એક ઓન્નયો પ્રેમેર ગોલપો'ના ગીત અંગે આ નિર્ણય આપ્યો છે. ફિલ્મ નિર્દેશક રંજન ચૌધરીએ કહ્યું કે આ શબ્દને મ્યુટ કરવાનું કોઈ કારણ નથી, જયારે સેન્સર બોર્ડને પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યુ કે તે જવાબ આપવા બંધાયેલા નથી. અહેવાલો અનુસાર ગીતમાં મુસલમાન શબ્દ સિવાય અન્ય સાત કટ સુચિત કરવામાં આવ્યા છે.

(11:36 am IST)