Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૯૫૦૦ હાઇરિસ્ક ફાઇનાન્સ કંપનીઓની યાદી જાહેર

મની લોન્ડ્રીંગ એકટના નિયમોનું પાલન નથી કર્યું

નવી દિલ્હી તા. ૨૬ : નાણા મંત્રાલય અંતર્ગત કામ કરતી સંસ્થા ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યૂનિટે ૯૫૦૦ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓની એક યાદી તૈયાર કરી છે. જેને હાઇ રિસ્ક ફાઇનાન્સિયલ ઇંસ્ટિટ્યૂશન ગણાવવામાં આવી રહ્યાં છે. ફાઇનાન્સિયલ ઇંટેલિજન્સ યૂનિટની વેબસાઇટ પર આ યાદી મુકવામાં આવી છે.

 

આ કંપનીઓએ ૩૧ જાન્યુઆરી સુધી મની લોન્ડ્રિંગ એકટનું પાલન ના કર્યું હોવાનું માલુમ પડ્યું. ૮ નવેમ્બર ૨૦૧૬ની રાત્રે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી હટાવી લેવામાં આવ્યા બાદથી જ આવી કંપનીઓ આવકવેરા વિભાગ અને ઇડીના રડારમાં આવી ગઇ હતી. આ કંપનીઓએ સરકારથી છૂપાવીને કાળું ધન રાખ્યું હોય તેવા લોકોને જૂની નોટ બદલવામાં મદદ કરી હતી.

 

જૂની નોટોને ગેરકાયદેસર રીતે નવી નોટોમાં બદલવા મામલે અનેક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની અને કો-ઓપરેટિવ બેંકોની સામેલગીરી જોવા મળી. એમણે કાળા ધનને વ્હાઇટ કરવા માટે નોટબંધી પહેલાની તારીખની એફડી બતાવી ચેક રજૂ કરી દીધો હતો જયારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવી રીતે ડિપોઝિટ્સ લેવા માટે મનાઇ ફરમાવી હતી.

પીએમએલએમાં તમામ એનબીએફસી માટે ફાઇનાન્સિયલ ઇંસ્ટિટ્યૂટમાં એક મુખ્ય અધિકારીની નિમણૂક કરવા અને ૧૦ લાખ કે તેથી વધુની લેણદેણની માહિતી એફઆઇયૂને આપવાનું નક્કી કરવામાં આવ્યું. પીએમએલના સેકશન ૧૨ અંતર્ગત દરેક રિપોર્ટિંગ એંટિટિ માટે તમામ લેણદેણનો રેકોર્ડ રાખવા અને નિર્દેશ મુજબ પોતાના ગ્રાહકો અને લાભ મેળવનારાઓની ઓળખની પુષ્ટિ કરવી જરૂરી છે. એકટમાં આ એંટિટિજ અને લેણદેણ તથા કલાયન્ટનો રિપોર્ટકાર્ડ પાંચ વર્ષ સુધી રેકોર્ડમાં રાખવાનું કહેવામાં આવ્યું છે.(૨૧.૮)

 

(10:58 am IST)