Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ટ્રમ્પ સમક્ષ ઝુકયા તાનાશાહઃ વાતચીત માટે તૈયાર

ઉ. કોરીયા અને અમેરિકા વચ્ચેનુ ટેન્શન દુર થવાના એંધાણ

સિઉલ તા.ર૬ : ઉ.કોરીયા અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલુ ટેન્શન હવે સમાપ્ત થઇ રહ્યુ હોય તેવુ જણાઇ છે. દ.કોરીયાએ દાવો કર્યો છે કે ઉ.કોરીયા અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે. ખુદ દ.કોરિયાના રાષ્ટ્રપતિ મુન જેએ કહ્યુ હતુ કે ઉ.કોરીયા અમેરિકા સાથે વાતચીત કરવા ઇચ્છુક છે.

મુન જે ઇન એ કહ્યુ છે કે પયોંગચાંગમાં ઓલમ્પીક સમારોહ દરમિયાન મારી ઉ.કોરીયાના જનરલ કીમ યોંગ ચોલ સાથે મુલાકાત થઇ હતી. રાષ્ટ્રપતિએ મુલાકાત કહ્યુ હતુ કે, બંને દેશોએ સંબંધો સામાન્ય કરવા વાતચીત શરૂ કરવી જોઇએ. રાષ્ટ્રપતિ મુનએ કહ્યુ હતુ કે, આ દરમિયાન મને સંકેત મળ્યો હતો કે ઉ.કોરીયા અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે.

સાથોસાથ ઉ.કોરીયાએ સહમતી બતાવી હતી કે, ઇન્ટર કોરિયાઇ સંબંધ કોરીયા-અમેરિકી સંબંધોને એક સાથે વિકસિત કરવા જોઇએ.

જો કે અમેરિકાએ ઉ.કોરીયા ઉપર પ્રતિબંધોનો દોર ચાલુ રાખ્યો છે. પ્રેશરની રણનીતિ હળવી થવા નહી દેવાય તેમ ટ્રમ્પે જણાવ્યુ છે.(૩-પ)

 

(9:57 am IST)