Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

12 હજાર વર્ષ જૂની પીઠોરા કળા અને લિપીના સંવર્ધન જતન કરવા માટે પરેશ રાઠવાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા

નવી દિલ્‍હીઃ  પરેશ ભાઈનું કહેવું છે કે તેમને બનાવેલા ચિત્રો દેશ વિદેશમાં પણ છે તેમજ અને દિલ્હીની આદિજાતિની કચેરીમાં પણ મૂકવામાં આવ્યા છે. આદિવાસી  સમાજના લોકો સુખ સમૃધ્ધિ અને ખેતીની ઉપજ સારી થાય તે માટે તેમના દેવતાના પ્રતીક સમાન આ આ ચિત્રો બાધાના સ્વરૂપે બનાવડાવવામાં આવતા હોય છે.

સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી તેમાં ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ગામના પરેશભાઈ રાઠવાનો પણ સમાવેશ થાય છે. પરેશભાઈ રાઠવાના નામની જાહેરાત થતા જ સમગ્ર જિલ્લામાં આનંદ વ્યાપી ગયો હતો. છોટા ઉદેપુર આદિવાસી બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. અહીં રહેતા પરેશભાઈ રાઠવા પીઠોરા ભીતચિત્રોનો વારસો સાચવીને બેસેલા છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની કલા, સંસ્કૃતિ અને આસ્થા નું સમન્વય એટલે સુંદર ભીતચિત્રો. આદિવાસીઓ બાબા પીઠોરા દેવ માને છે અને પીઠોરા ચિત્રો તેની વિશેષતાને કારણે અલગ તરી આવે છે.

વર્ષો જૂની પરંપરાને આજે પણ સમાજે જાળવી રાખી છે, આ પીઠોરા ચિત્રો દેશ વિદેશમાં કલા સ્વરૂપે નામના મેળવી રહ્યા છે. વર્ષોથી પીઠોરા ભીંતચિત્રો દોરનારા પરેશભાઈ રાઠવાને ભારત સરકારે પદ્મશ્રીના રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમા પીઠોરા દેવના ચિત્રો એ માત્ર ચિત્રો નથી, પણ પ્રાચીન સમય ની એક લિપી છે, પીઠોરા કળા દોરાતી નથી પરંતુ લખવામાં આવે છે.

પિઠોરા આદિવાસી રાઠવા સમાજનો સૌથી મોટા દેવ મનાય છે. આદિવાસીઓ આ પીઠોરા ચિત્રોને પોતાના ઘરમાં ચિત્રણ કરાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે. 12000 હજાર વર્ષથી ચાલી આવતી આ પરંપરા હાલ પણ જીવિત છે અને પરેશભાઈ રાઠવા આ પીથોરા લિપીનું ચિતરામણ છેલ્લા 30 વર્ષોથી કરતા આવ્યા છે. પરેશભાઈએ આ કળાને જીવંત રાખવામાં અપાર મહેનત કરી છે તેમણે ચિતરેલી પીઠોરા લિપી દેશ વિદેશની કચેરીઓને પણ શોભાયમાન કરી રહી છે

આદિવાસી સમાજ દ્વારા જે ચિત્રો દોરવામાં આવે છે તે મોટા ભાગના આદિવાસી લોકોના ઘરમાં સજાવટ તરીકે જોવા મળે છે તેમાં જે પુરૂષ પાત્ર જોવા મળે છે તે આદિવાસીઓના દેવ પીઠોરા છે.  આવા ચિત્રો છોટાઉદેપુરની સરકારી કચરીઓમાં પણ જોવા મળી રહ્યા છે. પરેશ ભાઈનું કહેવું છે કે તેમને બનાવેલા ચિત્રો દેશ વિદેશમાં પણ છે તેમજ અને દિલ્હીની આદિજાતિની કચેરીમાં પણ મૂકવામાં આવ્યા છે. આદિવાસી  સમાજના લોકો સુખ સમૃધ્ધિ અને ખેતીની ઉપજ સારી થાય તે માટે તેમના દેવતાના પ્રતીક સમાન આ આ ચિત્રો બાધાના સ્વરૂપે બનાવડાવવામાં આવતા હોય છે.

પરેશ ભાઈને ગુજરાત સરકાર તરફથી સ્ટેટ એવોર્ડ , ટુરિઝમ એવોર્ડ અને રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને હાલ જ્યારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે તેઓ ખૂબ ખુશ છે અને સાથો સાથ કવાંટ ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(4:30 pm IST)