Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

જમ્મુ-કાશ્મીર: શ્રીનગરના લાલ ચોકમાં ઘડિયાળના ટાવરની ઉપર આજ-બાજ-શાન સાથે ધ્વજવંદન લહેરાવાયો

ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રીનગરમાં ઐતિહાસિક ક્લોક ટાવર ખાતે રેલી યોજવામાં આવી હતી. ધ્વજવંદન સમારોહમાં ગુજરાતના ઘણા પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો.

શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર): દેશભરના નાગરિકો આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રીનગરમાં ઐતિહાસિક ક્લોક ટાવર ખાતે રેલી યોજવામાં આવી હતી. શ્રીનગરના લાલ ચોકમાં ઘંટા ઘર ખાતે ભાજપાના મહાસચિવ અશોક કૌલે ત્રિરંગો લહેરાવ્યો હતો.

 દેશભરના નાગરિકો આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લાલ ચોકમાં ઘંટા ઘર ખાતે ત્રિરંગો લહેરાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રીનગરમાં ઐતિહાસિક ક્લોક ટાવર ખાતે રેલી યોજવામાં આવી હતી. ધ્વજવંદન સમારોહમાં ગુજરાતના ઘણા પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો.

ઘંટા ઘર ખાતે ધ્વજવંદન સમારોહ: આ પ્રસંગે મહાસચિવ અશોક કૌલે જણાવ્યું હતું કે, " કાશ્મીર ખીણમાં આજે બધું સામાન્ય છે. હું મારા દેશબંધુઓને અભિનંદન આપવા માંગુ છું અને એ પણ કહેવા માંગુ છું કે ભારત સૌથી મોટું લોકતંત્ર છે. વિશ્વ આપણને "લોકશાહીની માતા" તરીકે ઓળખે છે. તેમણે વધુમાં કહ્યું કે "દરેક વ્યક્તિએ આ અવસર પર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ. મેં આજે દરેક વ્યક્તિવતી ઘડિયાળ ટાવર પર ત્રિરંગો ફરકાવ્યો છે. હું કોંગ્રેસને PAGD નેતાઓને પણ ધ્વજ આપવા અને તેમને ફરકાવવાનું કહેવા માંગુ છું. અમે રાહુલ ગાંધીને ક્લોક ટાવર પર ત્રિરંગો ફરકાવવા માટે પણ આમંત્રણ આપીએ છીએ."

(2:56 pm IST)