Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

ભારતના 74માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પરેડઃ પાકિસ્તાન-ચીનને થથરાવી દેતો ભારતનો ફાયર પાવરઃ અર્જૂન ટેંક નો દમઃકર્તવ્ય પથ પર પ્રચંડ હેલિકૉપ્ટર, આકાશ મિસાઈલ

નવી દિલ્‍હીઃ  કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જુન ટેન્ક જેવા ઘાતક શસ્ત્રોએ સેનાની બહાદુરી દર્શાવી, પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાનએ સરહદોની બહાર ભારતીય વાયુસેનાની શક્તિનું પ્રદર્શન કર્યું

ભારત આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે કર્તવ્ય પથ પરેડ નીકળી હતી. આ પરેડમાં સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિની શક્તિ જોવા મળી હતી. જ્યાં કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જુન ટેન્ક જેવા ઘાતક શસ્ત્રોએ સેનાની બહાદુરી દર્શાવી હતી, ત્યાં પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાનએ સરહદોની બહાર ભારતીય વાયુસેનાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

આજે કર્તવ્ય પથ પર આકાશ મિસાઈલ, અર્જુન ટેન્ક જેવા ઘાતક શસ્ત્રોએ પાકિસ્તાન-ચીનને થથરાવી દેતી સેનાએ બહાદુરી દર્શાવી હતી, ત્યાં પ્રચંડ અને રાફેલ સહિત 50 વિમાનોની ઉડાનએ સરહદોની બહાર ભારતીય વાયુસેનાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

(2:53 pm IST)