Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

વિદેશ નીતિ પર સ્વતંત્ર વલણ ધરાવતા ભારતે ચીનની આક્રમક કાર્યવાહીને કારણે પોતાની વ્યૂહાત્મક સ્થિતિ બદલવી પડી છે આ જ કારણ છે કે ભારતને ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં જોડાયુ

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ઘાતક અથડામણને પગલે જૂન 2020માં દ્વિપક્ષીય સંબંધો ગંભીર તાણ હેઠળ આવ્યા હતા.

નવી દિલ્‍હીઃ  અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો એ દાવો કર્યો છે કે, વિદેશ નીતિ પર સ્વતંત્ર વલણ ધરાવતા ભારતે ચીનની આક્રમક કાર્યવાહીને કારણે પોતાની વ્યૂહાત્મક સ્થિતિ બદલવી પડી છે. આ જ કારણ છે કે ભારતને ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં સામેલ થવાની ફરજ પડી હતી.

તેમણે કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં સરહદ પર ભારત અને ચીન વચ્ચે 31 મહિનાથી વધુ સમયથી મડાગાંઠ ચાલી રહી છે.

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ઘાતક અથડામણને પગલે જૂન 2020માં દ્વિપક્ષીય સંબંધો ગંભીર તાણ હેઠળ આવ્યા હતા.

ભારતનું કહેવું છે કે, જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે. પોમ્પિયોએ તેમના તાજેતરના પુસ્તક 'નેવર ગીવ એન ઈંચ: ફાઈટીંગ ફોર ધ અમેરિકા આઈ લવ'માં ભારતને ક્વોડમાં 'વાઈલ્ડ કાર્ડ' ગણાવ્યું કારણ કે તે સમાજવાદી વિચારધારા પર આધારિત રાષ્ટ્ર હતું.

તેમના મતે, ભારતે શીતયુદ્ધના યુગમાં ન તો યુએસ સાથે જોડાણ કર્યું હતું કે ન તો અગાઉના સોવિયત સંઘ સાથે. તેમણે કહ્યું, "ભારતે હંમેશા કોઈપણ જૂથમાં જોડાયા વિના પોતાનો રસ્તો બનાવ્યો છે. પરંતુ ચીનની હરકતોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતને તેની વ્યૂહાત્મક સ્થિતિ બદલવા માટે પ્રેરિત કરી છે."

પોમ્પિયો (57 વર્ષીય) 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોમ્પિયોએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે, કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને ક્વોડ જૂથમાં લાવવામાં સફળ રહ્યું હતું. સંસાધનથી સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વર્તનનો સામનો કરવા માટે યુએસ, જાપાન, ભારત અને ઑસ્ટ્રેલિયાએ 2017માં ક્વાડને આકાર આપ્યો હતો. તેની દરખાસ્ત લાંબા સમયથી પેન્ડિંગ હતી.

પોમ્પિયોએ લખ્યું, "ચીને તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવના પ્રથમ પગલાઓમાંના એક તરીકે પાકિસ્તાન સાથે ગાઢ ભાગીદારી બનાવી છે."

(1:49 pm IST)