Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ભારત અને વિશ્વમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરી ડિજિટલ કરન્સી

આનંદ મહિન્દ્રાએ આરબીઆઈના e-rupee દ્વારા પ્રથમ પેમેન્ટ કર્યું: ડિજિટલ રૂપિયો CBDC- R એટલે છૂટક વેપાર કરતા નાના છૂટક ચુકવણી કરનારા લોકો માટે છે.

નવી દિલ્‍હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ભારત અને વિશ્વમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે. અત્યારે દેશમાં માત્ર પસંદગીના સ્થળોએ જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આરબીઆઈએ ડિજીટલ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટમાં મુંબઈના એક ફળ વેચનારને સામેલ કર્યો છે. દેશના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતે આ પ્રોજેક્ટનો ભાગ બનીને બુધવારે એક વીડિયો શેર કર્યો છે.

બચ્ચેલાલ સહની આ દિવસોમાં ટ્વિટર પર વીડિયો પોસ્ટ થયા બાદ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે આરબીઆઈએ તેમને ડિજિટલ રૂપિયા પાયલોટ સ્કીમનો ભાગ બનાવ્યો છે. બચ્ચેલાલ સહની મૂળ બિહારના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 વર્ષથી તે અને તેનો પરિવાર મુંબઈમાં રિઝર્વ બેંકના હેડક્વાર્ટરની સામે ફળો વેચીને ગુજરાન ચલાવે છે. ડિજિટલ રૂપિયો CBDC- R એટલે છૂટક વેપાર કરતા નાના છૂટક ચુકવણી કરનારા લોકો માટે છે.

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર આ ઘટનાની જાણકારી આપી હતી. મહિન્દ્રાએ ટ્વિટર પર ફળ વેચનાર બચ્ચેલાલ સહનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે તે વિક્રેતા પાસેથી ફળો ખરીદ્યા હતા અને ડીજીટલ કરન્સી ઈ-રૂપી વડે ચૂકવણી કરી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે રિઝર્વ બેંકની આજની બોર્ડ મીટિંગમાં મને RBIની ડિજિટલ કરન્સી ઈ-રૂપી વિશે જાણવાનો મોકો મળ્યો. આ મીટિંગ પછી તરત જ, હું બચ્ચેલાલ સહની પાસે ગયો, જેઓ નજીકમાં ફળો વેચે છે અને ડિજિટલ રૂપિયા (Digital Rupee) સ્વીકારનારા દેશના પ્રથમ થોડા વેપારીઓમાંના એક છે. ડિજિટલ ઈન્ડિયા એક્શનમાં છે.

RBIએ 2 પ્રકારની ડિજિટલ કરન્સી જારી કરી છે. એક CBDC-W અને બીજી CBDC-R નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમનો ઉપયોગ જથ્થાબંધ ચૂકવણી માટે અને બીજા CBDCનો ઉપયોગ છૂટક ચૂકવણી માટે કરવામાં આવશે. જો કે તે હજુ પણ પ્રાયોગિક છે, તેથી ઘણા લોકો તેનાથી વાકેફ નથી. હાલમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ભુવનેશ્વરના લોકોને ડિજિટલ મનીનો ઉપયોગ કરવાની તક મળવા જઈ રહી છે.

(1:10 pm IST)