Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ભારતમાં શુધ્ધ હવાવાળા અને ફરવાલાયક સ્થળોમાં મિઝોરમનું આઇઝોલ, આંધ્રપ્રદેશનું અમરાવતી, વિશાખાપટ્ટનમ, તામીલનાડુનુ કોઇમ્બતુર અને કર્ણાટકનું દ્રાવણકોરનો સમાવેશ

દેશની રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદુષીત

ભારતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. લોકો દેશ વિદેશથી ભારતની કેટલીક જગ્યાઓ પર ફરવા આવતા હોય છે. આવામાં જે લોકોને પ્રદૂષણ ન હોય તેવી જગ્યાએ ફરવા જવું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે ક્યા સ્થળો તમારા માટે બેસ્ટ રહેશે ફરવા માટે હુ આપને બતાવીશ આ વિડિયોમાં કે જ્યા તમે પ્રકૃતિનો આનંદ માળી શકશો તો આ સ્થળો તમારા માટે બેસ્ટ રહેશે.

તમને ફરવાની ખૂબ મજા પણ પડશે . અમે તમને અહીં ભારતમાં એવા પાંચ સ્થળો વિશે જણાવીશું જે પ્રદૂષણ મુક્ત છે. શહેરોના વિકાસની સાથે પ્રદુષણની સમસ્યા પણ સતત વધી રહી છે. IQ Airના ડેટા અનુસાર દેશની રાજધાની દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત જગ્યા છે. આ સાથે જ ભારતના ઘણા શહેરો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે, જેની અસર ત્યાં રહેતા લોકો પર પડી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે શુદ્ધ હવાવાળા સ્થળોએ રજાઓ ગાળવા માંગતા હોવ, તો અમે તમને દેશના આવા પાંચ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ. અહીંની મુલાકાત લઈને, તમે એકદમ શુદ્ધ હવા સાથે પ્રકૃતિની સુંદરતાનો આનંદ પણ લઈ શકો છો.

આઈઝોલ (મિઝોરમ)
મિઝોરમની રાજધાની આઈઝોલ એ ભારતના સૌથી સ્વચ્છ હવાના શહેરોમાંનું એક છે. અહીં તમે ખૂબ જ ઓછા ખર્ચે સુંદર સ્થળોની મુલાકાતનો આનંદ માણી શકો છો. આઈઝોલમાં જોવાલાયક કેટલાક સ્થળો જેમાં - ખાવંગલાંગ વન્યજીવ અભયારણ્ય, વંતવાંગ ધોધ, તામડીલ તળાવ, બુરા બજાર, મિઝોરમ સ્ટેટ મ્યુઝિયમ, દુર્ટલાંગ હિલ્સ, રેક હેરિટેજ વિલેજ. જેની આપ મુલાકાત લઈ શકો છો 

અમરાવતી (આંધ્ર પ્રદેશ) 
આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત અમરાવતી પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ શહેર તેના તીર્થસ્થળો અને હેરિટેજ ઈમારતો માટે પ્રખ્યાત છે. અમરાવતીમાં તમે હરિકેન પોઈન્ટ, ભીમ કુંડ, અંબાદેવી મંદિર, છત્રી તાલાબ, વડાલી તાલાબ, સતીધામ મંદિર જેવા સુંદર સ્થળોનો આનંદ લઈ શકો છો.સાથે સાથે ધાર્મિક અને હેરિટેજ બન્ને જગ્યાનો આનંદ આપ લઈ શકો છો અને આપની આ ટ્રીપને વધુ મજેદાર બનાવી શકો છો.

કોઈમ્બતુર (તમિલનાડુ) 
કોઈમ્બતુરની હવા એકદમ શુદ્ધ છે. આ સુંદર રાજ્યમાં ઘણા જોવાલાયક સ્થળો છે, જેમાંથી પશ્ચિમ ઘાટ પર લગભગ 500 ફૂટની ઉંચાઈ પર આવેલું મરુધમલાઈ મંદિર મુખ્ય છે. મંદિરનું દ્રવિડિયન સ્થાપત્ય અહીં જોવા જેવું છે. આ સિવાય તમે કોઈમ્બતુરમાં આદિયોગી શિવ પ્રતિમા, વૈદેહી ધોધ, કોવઈ કોંડટ્ટમ, પેરુર પાટેશ્વર મંદિર, સિરુવાની વોટરફોલ્સ વગેરે જેવી જગ્યાઓનો આનંદ લઈ શકો છો. અને ત્યારબાદ આવે છે.

વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશનું એક નોંધપાત્ર શહેર છે જે દરિયાકિનારા પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને તેના શાંત દરિયાકિનારા સાથે આકર્ષે છે. આ શહેર ઈન્દિરા ગાંધી ઝુઓલોજિકલ પાર્ક, કાટિકી વોટરફોલ્સ, બોરા ગુફાઓ, આઈએનએસ કુરુસુરા સબમરીન મ્યુઝિયમ, કૈલાશગીરી, ઋષિકોંડા બીચ, અકાકુ વેલી, વરાહ લક્ષ્મી નરસિમ્હા મંદિર જેવા અદભૂત મંદિરો પ્રવાસીના આકર્ષણો માટે પ્રખ્યાત છે.

દાવણગેરે (કર્ણાટક)
કર્ણાટકનું દાવણગેરે તેના પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. તે ભારતના સૌથી સ્વચ્છ હવાના સ્થળોમાંનું એક છે. અહીં તમે કુંડુવાડા કેરે, ઈશ્વર મંદિર, બાથી ગુડ્ડા, બેતુર, બગલી જેવા પ્રવાસન સ્થળોનો આનંદ માણી શકો છો.

(7:21 pm IST)