Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વેસ્ટ ઈન્ડિઝ સામે ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત : રોહિત શર્મા સુકાની : રવિ બિશ્નોઈને તક : કુલદીપ યાદવની વાપસી

આર અશ્વિનને પડતો મુકાયો : જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામીને આરામ: યુવા ખેલાડીઓને તક મળી

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમ ની જાહેરાત કરવામાં આવી છે.  રોહિત શર્મા સંપૂર્ણ ફિટનેસ સાથે વાપસી કરી રહ્યો છે અને હવે તે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે પ્રથમ ODI અને T20 સિરીઝ રમવા જઈ રહ્યો છે. આ દરમિયાન, પસંદગીકારોએ કેટલાક યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમના સાતત્યપૂર્ણ પ્રદર્શનને જોતા તેમને ટીમમાં તક આપવામાં આવી છે.

બીસીસઆઈ દ્વારા વનડે અને ટી-20 શ્રેણી માટે કોરોના વાયરસનાના જોખમને ધ્યાને લેતા 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વનડે અને ટી-20 શ્રેણીમાં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. આ સાથે જ કેપ્ટન તરીકે રોહિત શર્મા ટીમમાં પરત ફરી રહ્યો છે તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ)ની પસંદગી કરી લેવામાં આવી છે.

પસંદગીકારએ અન્ડર-19 ક્રિકેટથી પોતાની ઓળખ સાબિત કરનાર ખેલાડી રવિ બિશ્નોઈને ટીમમાં તક આપી છે તો વળી સ્પિનર કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ છે. પસંદગીકારોએ આર અશ્વિનને પડતો મૂક્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે ઈન્ટરનેશનલ અને 3 ટી-20 મેચ રમાશે. વનડે અને ટી-20 બંને મેચ એક જ સ્થળે પર રમાશે. વનડે માટે અમદાવાદ નરેન્દ્ર  મોદી ક્રિકેટ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આગામી 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં વનડે સીરિઝની શરૂઆત થશે જ્યારે 16 ફેબ્રુઆરીથી કોલકત્તા (Kolkata)માં ટી-20 શ્રેણીની શરૂઆત થશે.

આ સીરિઝમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામીને આરામ આપવામાં આવ્યો છે. બોલિંગ યુનિટમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજની પસંદગી કરવામાં આવી છે.

વેસ્ટઈન્ડિઝ શ્રેણી માટે ODI ટીમ

વેસ્ટઈન્ડિઝન સીરઝ માટે પસંદ થયેલી ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો વનડેમાં રોહિત શર્મા (કેપ્ટન) કેએલરાહુલ (વાઇસ કેપ્ટન) ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાનની પસંદગી કરવામાં આવી છે.

રોહિત શર્મા (કેપ્ટન) કેએલરાહુલ (વાઇસ કેપ્ટન) , વિરાટ કોહલી, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, આવેશ ખાન

(12:12 am IST)