Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

એમેઝોન પ્લેટફોર્મ પર રાષ્ટ્ર ધ્વજ છાપેલા શૂઝ વેચાણ :એમેઝોનના સેલર વિરુદ્ધ ગુન્હો દાખલ

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કાર્યવાહીના આદેશ આપ્યા બાદ ભોપાલમાં ઓનલાઈન સેલિંગ કંપની એમેઝોનના સેલર પર FIR

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ઓનલાઈન સેલિંગ કંપની એમેઝોનના સેલર પર FIR કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ પહેલા ઈ-કોમર્સ કંપની એમેઝોન વિરુદ્ધ ધ્વજનો ખોટો ઉપયોગ કરવા પર આ કેસ નોંધવામાં આવ્યો છે. એમેઝોન પ્લેટફોર્મ પર રાષ્ટ્ર ધ્વજ છાપેલા શૂઝ વેચવાના કેસમાં રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આદેશના છ કલાકની અંદર મંગળવારે એમેઝોન કંપની સાથે જોડાયેલા સેલર પર હબીબગંજમાં રહેનારા શુભમ નાયડુએ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

અસલમાં એમેઝોનના ઓલનાઈ પ્લેટફોર્મ પર પ્રજાસત્તાક દિવસ પર સેલ ચાલી રહ્યો છે, પરંતુ સેલની સાથે રાષ્ટ્ર ધ્વજ છાપેલા શૂઝના ફોટા જોવા મળતા હતા. સોશિયલ મીડિયા પર યુઝર આ મામલાને લઈને કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલાની જાણકારી આવવા પર મંગળવારે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ કહ્યું છે કે, તેમણે આ મામલામાં ડીજીપીને એફઆઈઆર નોંધવા માટે કહ્યું છે. ગૃહમંત્રીનું કહેવું છે કે, એમેઝોન કંપનીને લઈને સામે આવેલી માહિતી પીડાદાયક અને તેને મધ્યપ્રદેશમાં સહન કરવામાં નહીં આવે. પોલીસ કેસના વિરુદ્ધ એક્શન લેશે. પ્રદેશના ગૃહ મંત્રી નરોતમ મિશ્રાએ સાફ રીતે કહ્યું છે કે, રાષ્ટ્રને અપમાનિત કરવાનું કોઈ પણ કાર્ય સહન કરવામાં નહીં આવે. આ પહેલા પ્રદેશમાં ઓનલાઈન હોમ ડ્રગ્સની ડિલીવરીનો મામલો પણ ચર્ચામાં રહ્યો હતો. આ મામલામાં ઓનલાઈન કંપની પર ભીંડમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

તે સિવાય ગૃહમંત્રીએ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ચપ્પુની હોમ ડિલીવરી પર પણ આપત્તિ જતાવતા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને ઓનલાઈન કંપનીઓને સૂચના આપી હતી કે જો ઓનલાઈન કંપનીઓ દ્વારા તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નહીં હટાવવામાં આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જબલપુરમાં ચપ્પુના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

(11:54 pm IST)