Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

આઝાદી બાદ પહેલી વાર શ્રીનગરના લાલ ચોકમાં સ્થાનિક યુવાનોએ તિરંગો લહેરાવ્યો

સ્થાનિક યુવાનોમાં જોશ .ભારત માતા કી જયના નારા લગાવતા લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો

શ્રીનગર :  આઝાદી બાદ પહેલી વાર શ્રીનગરના લાલ ચોક પર સ્થાનિક યુવાનોએ તિરંગો લહેરાવ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ ત્યાં હાજર રહ્યા હતા. થોડા સમય પહેલા સુધી આતંકીઓની ધમકીના કારણે લાલ ચોક પર તિરંગો ફરકાવતા યુવાનો આગળ આવતા નહોતા. કલમ 370 હટાવી અને આતંકીઓના સતત ખાત્માના કારણે સ્થાનિક યુવાનોમાં જોશ આવ્યો છે અને તેમણે ભારત માતા કી જયના નારા લગાવતા લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો.

તેમનું કહેવું છે કે, આતંકવાદના કારણે અત્યાર સુધી ઘાટીમાં કેટલાય લોકોના જીવ ગયા છે. હવે તેઓ આ સહન નહીં કરે.

આ અગાઉ શ્રીનગરના શેર એ કશ્મીર સ્ટેડિયમના મુખ્ય સમારંભમાં મોટી સુરક્ષા વચ્ચે આયોજીત કરવામાં આવ્યો હતો. અપ્રિય ઘટનાથી બચવા માટે શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ઘાટીમાં મોટી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી હતી. અમુક સંવેદનશીલ જગ્યા પર શાર્પ સૂટર પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આવી જ વ્યવસ્થા અન્ય જિલ્લાના હેડ ઓફિસો પર પણ કરવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસ સમારંભમાં પોલીસ અને અન્ય અર્ધસૈનિક દળની ટીમોએ પરેડમાં ભાગ લીધો હતો. પરેડની સલામી ઉપરાજ્યપાલના સલાહકાર આરઆર ભટનાગરે લીધી હતી. આ ઉપરાંત રંગારંગ કાર્યક્રમ પણ આ દરમિયાન આયોજીત કરવામાં આવ્યા હતાં.

આયોજને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે અમુક ફુલપ્રફ અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેના માટે કેટલાય દિવસોથી સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય સમારંભ સ્થળ તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસ પૂર્વ શહેરની સુરક્ષા ચૂસ્ત કરી દેવામાં આવી છે. દરેક જગ્યાએ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક સ્થળે પૂછપરછ કરીને તપાસ કર્યા બાદ જ લોકોને અને વાહનોને જવાની પરમિશન આપવામાં આવે છે. રાતના ડ્રોનની મદદથી બાજનજર રાખવામાં આવે છે.

સાંબાની સાથે આરએસ પુરામાં પણ આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ બીએસએફના જવાનો પાકિસ્તાન ક્ષેત્રમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યા છે. સરહદ સુરક્ષા માટે વધારાના સુરક્ષામાં ચૂસ્ત કરવા માટે જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. એસપી હેડક્વાર્ટર રજનીશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગ્રામિણોનો રાતના સમયે ઘરમાં રહેવાની સાથે કોઈ અજાણ્યા શખ્સને દેખી જતાં તુરંત પોલીસ સ્ટેશન, પોલીસ પોસ્ટ અથવા બીએસએફને જાણકારી આપવા જણાવ્યું છે.

અખનૂરમાં ગણતંત્ર દિવસ મનાવવા માટે સરહદી વિસ્તારમાં સુરક્ષાનો ચોક્કસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. પરગવાલ, છંબ, કાના ચક સેક્ટરમાં સુરક્ષા દળોને ચોવિસે કલાક સાવધાની રાખવાના આદેશો મળ્યા છે. અખનૂર-જમ્મુ-સુંદરબની રોડ પર નાકાબંધી કરી દેવામાં આવી છે

(11:11 pm IST)