Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મુંબઈમાં 2000 રૂપિયાની નકલી ચલણી નોટો સાથે 7 લોકો ઝડપાયા

કુલ કિંમત 7 કરોડ રૂપિયા : કોર્ટે આરોપીને 31 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 2000 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો સાથે 7 લોકોની ધરપકડ કરી છે. તેમની કુલ કિંમત 7 કરોડ રૂપિયા છે. ડીસીપી સંગ્રામ નિશાનદારે જણાવ્યું કે કોર્ટે આરોપીને 31 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે,દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કેસમાં સાત લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે સાત કરોડની નકલી નોટો મળી આવી છે. ઝડપાયેલી તમામ નોટો 2000 રૂપિયાની છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને કોર્ટે 31 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ડીસીપી સંગ્રામ નિશાનદારે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. આ મહિનાની શરૂઆતમાં, યુપીના ગાઝિયાબાદમાં નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ નગર કોતવાલી વિસ્તારના ઈસ્લામનગરમાંથી નકલી નોટોનો ધંધો ચલાવતા હતા. તેમના કબજામાંથી રૂ. 6.59 લાખની નકલી નોટો મળી આવી હતી. જેમાં 100 થી 2000 સુધીની નોટો સામેલ હતી.

(9:55 pm IST)