Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

પીએમની સુરક્ષામાં ચૂકને લઈને અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાના કોંગ્રેસ અને પૂર્વ ડીજીપી પર ચોંકાવનારા આક્ષેપ

કહ્યું -કોગ્રેસ પાર્ટીએ બંધારણની અને ગણતંત્ર દિવસની મજાક ઉડાવી : તેમણે પૂર્વ ડીજીપી સિધ્ધાર્થ ચટ્ટોપાધ્યાય પર ગેંગસ્ટરો સાથે સબંધો હોવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાએ કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે,

વિક્રમ મજિઠિયાએ કહ્યુ હતુ કે, કોગ્રેસ પાર્ટીએ બંધારણની અને ગણતંત્ર દિવસની મજાક ઉડાવી છે. તેમણે પૂર્વ ડીજીપી સિધ્ધાર્થ ચટ્ટોપાધ્યાય પર ગેંગસ્ટરો સાથે સબંધો હોવાનો આરોપ લગાવીને કહ્યુ હતુ કે, જે પોલીસ અધિકારી ગેંગસ્ટર સાથે સબંધ ધરાવતો હોય તે પીએમ મોદીની સુરક્ષાને પણ કોમ્પ્રોમાઈઝ કરી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, ડીજીપીએ પીએમ મોદીના પંજાબ પ્રવાસ પહેલા જ એક ગેંગસ્ટરને કહ્યુ હતુ કે, અમે મોદીને પણ પાઠ ભણાવીશું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઈ ત્યારે સિધ્ધાર્થ ચટોપાધ્યાય પંજાબ પોલીસના કાર્યકારી વડા હતા.

પંજાબ પોલીસ દ્વારા મજીઠીયા સામે કાર્યવાહી કરાવમાં આવી છે.ડ્રગ્સના મામલામાં થયેલી કાર્યવાહી સામે હાઈકોર્ટે વિક્રમ મજીઠીયાએ કરેલી અપીલ બાદ આગોતરા જામીનની અરજી કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. મજીઠીયા પંજાબમાં આગામી ચૂંટણી માટે અમતૃસર જિલ્લામાંથી અકાલીદળની બેઠક પરથી લડી રહ્યા છે.

(8:37 pm IST)