Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

પ્રેસિડેન્ટ બોડીગાર્ડમાં સામેલ વિરાટ નામના ઘોડાને પીએમ મોદીએ પણ પ્રેમથી હાથ ફેરવી વખાણ કર્યા

આ ઘોડાને પ્રમુખ પ્રશંસાપત્ર પ્રાપ્ત થયો :ટ્વીટર પર ટ્રેડિંગ બન્યો વિરાટ નામનો ઘોડો: . હોનોવેરિયન નસ્લનો આ ઘોડો જે અહીંના તમામ ઘોડાથી અલગ વિશેષતા ધરાવે છે

નવી દિલ્હી :પ્રેસિડેન્ટ બોડીગાર્ડમાં અનેક ઘોડાઓ સામેલ થતા હોય છે. દરેક ઘોડાઓની અલગ-અલગ વિશેષતાઓ હોય છે તેમાં પણ ખાસ કરીને વિરાટ નામનો જે ઘોડો છે તે દરેક ઘોડાઓથી અલગ જ તરી આવે છે. તેની જુદી જુદી પ્રકારની વિશેષતાઓ છે આ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આ ઘોડાને પ્રમુખ પ્રશંસાપત્ર પ્રાપ્ત થયો છે.

સુંદર અને ઉંચી કદ-કાઠીની વિશેષતાઓને જોઈને વડાપ્રધાન પણ વિરાટ ને વહાલ કરવાનું ચૂક્યા ન હતા અને ત્યાં તેના વખાણ કર્યા હતા તેની સાથે રાજનાથ સિંહે પણ તેના મસ્તક પર વડાપ્રધાનની જેમ જ હાથ ફેરવી ઘોડાની વિશેષતા ના ગુણગાન સાંભળ્યા હતા. વિરાટ પણ ટ્વીટર પર ટ્રેડિંગ બન્યો હતો. આવો જાણીએ શું છે આ વિરાટ નામના ઘોડાની વિશેષતાઓ કે, તેને આ રીતનું સન્માન 26 જાન્યુઆરીના રોજ મળ્યું છે. વિરાટનો જન્મ 2000ની સાલમાં થયો હતો.

2003 માં રાષ્ટ્રપતી અંગરક્ષકમાં સામેલ કરવામાં આવ્યો હતો. હોનોવેરિયન નસ્લનો આ ઘોડો છે. જે અહીંના તમામ ઘોડાથી અલગ વિશેષતા ધરાવે છે. જમ્પિંગ ટીમનો હિસ્સો બની તેને કીર્તિમાન સ્થાપિત કર્યા છે, જેથી કમાન્ડેટ ચાર્જર તરીકે પસંદ કરાયો છે અને શેના પ્રમુખનું પ્રશંસા પત્ર પ્રાપ્ત થયું હતું. તેની બીજી વિશેષતા એ છે કે આ ઘોડો ખૂબ જ એટીટ્યુડ વાળો છે એ પોતાની ઇચ્છા મુજબ સામેની વ્યક્તિને ઘોડે સવારી કરવા માટે તૈયાર હોય છે. જેની ઇચ્છા ના હોય તો સામેની વ્યક્ત ને ઘોડે સવારી કરવા દેતો નથી.

આ ઉપરાંત આમ તે શાંત છે અને અન્ય ઘોડાની સરખામણીમાં જાણે લીડર હોય તે પ્રકારનું તેનો એટીટ્યુડ છે. 26 જાન્યુઆરી યોજાયેલી પરેડમાં આ ઘોડાને આ ઉમદા સન્માન આપવામાં આવ્યું હતું જે રેર ઘોડાને અપાય છે જેથી ટ્વીટર પર પણ વિરાટ કોહલીની જેમ જ ટ્રેડિંગ બન્યો વિરાટ નામનો ઘોડો.

(7:01 pm IST)