Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વર્ષ 1947માં જ દેશને અંગ્રેજોથી આઝાદી મળી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું: આ કારણે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે

ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી: ભારત આ વર્ષે તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે

 

નવી દિલ્લીઃ 26 મી જાન્યુઆરી, તારીખ છે જ્યારે આઝાદ ભારતમાં ખરા અર્થમાં પ્રજાતંત્ર એટલેકે, પ્રજાની સત્તાની શરૂઆત થઈ લોકતંત્રનો અમલ થયો. એટલે તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1947માં દેશને અંગ્રેજોથી આઝાદી મળી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. જેમાં ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી.

ભારત વર્ષે તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. વખતે ગણતંત્ર દિવસની ઉજવણી થોડા દિવસો પહેલા શરૂ થઈ ગઈ હતી. વર્ષ 1947માં દેશને અંગ્રેજોથી આઝાદી મળી હતી, પરંતુ ત્રણ વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. કારણે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા કરી હતી. જો કે, દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ વખતે પણ પ્રજાસત્તાક દિનની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 26 જાન્યુઆરીના દિવસનું મુખ્ય આકર્ષણ પરેડ છે, જે દિલ્હીના રાજપથથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ સુધી જાય છે. વર્ષે, પરેડમાં વિવિધ રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની 16 લશ્કરી ટીમો, 17 લશ્કરી બેન્ડ અને 25 ઝાંખીઓનો સમાવેશ થાય છે. દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે.

કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના દ્વારા ભારતના સાંસ્કૃતિક અને સામાજિક વારસાને દર્શાવવામાં આવે છે. સાથે રાજપથ પર વિવિધ રાજ્યોની ઝાંખીઓ બહાર આવે છે, જે તેમના રાજ્યોની સંસ્કૃતિ દર્શાવે છે. વખતે પ્રજાસત્તાક દિવસને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘણી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી મેટ્રોની પાર્કિંગ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ઘણા સ્ટેશનો પર થોડા કલાકો માટે એક્ઝિટ-એન્ટ્રી બંધ રહેશે.

ગણતંત્ર દિવસ (પ્રજાસત્તાક) નો ઇતિહાસ:

ગણતંત્ર દિવસના ઈતિહાસની વાત કરીએ તો, ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણ સભા, જેનો ઉદ્દેશ્ય ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનો હતો, તેનું પ્રથમ સત્ર 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાયું હતું. છેલ્લું સત્ર 26 નવેમ્બર, 1949 ના રોજ સમાપ્ત થયું અને પછી એક વર્ષ પછી બંધારણ અપનાવવામાં આવ્યું. ભારતને ત્રણ વર્ષ પહેલા વર્ષ 1947માં આઝાદી મળી હતી.

પ્રજાસત્તાક દિવસનું મહત્વ:

પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતિક છે. દિવસે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. દિવસ ભારતીય લોકોને તેમની સરકાર પસંદ કરવાની લોકતાંત્રિક શક્તિની પણ યાદ અપાવે છે. દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા પણ રાખવામાં આવે છે.

(11:18 am IST)