Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસ થઈ ગયા 4 કરોડની પાર: કોવિડ કેસના મામલે અમેરિકા બાદ દુનિયામાં ભારત બીજા નંબર પર

દેશમાં ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા 3 અઠવાડિયામાં 50 લાખ નવા કેસ નોંધાયા

 

નવી દિલ્લીઃ છેલ્લાં બે વર્ષથી ભારત સહિત દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકો વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી કેટલાંય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પહેલી અને બીજી લહેર બાદ હવે કોરોનાની ત્રીજી લહેરમાં પણ અનેક લોકોને વાયરસે પોતાની ઝપેટમાં લીધાં છે.  એજ કારણ છેકે, હાલ દેશભરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4 કરોડને પાર થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે 22 જૂન 2021ના કુલ કેસના મામલે 3 કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બીજી લહેર ઓછી થઈ રહી હતી. દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસ 4 કરોડની પાર પહોંચી ચૂક્યા છે. દેશમાં ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા 3 અઠવાડિયામાં માત્ર 50 લાખ નવા કેસ નોંધાયા છે.

કોવિડ કેસના મામલે અમેરિકા બાદ દુનિયામાં ભારત બીજા નંબર પર છે. જણાવી દઈએ કે 22 જૂન 2021ના કુલ કેસના મામલે 3 કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બીજી લહેર ઓછી થઈ રહી હતી. તે લહેર દરમિયાન સૌથી ઝડપથી 1 કરોડ કેસ સામે આવ્યા, જ્યારે ગણતરી માત્ર 40 દિવસમાં 2 કરોડથી વધીને 3 કરોડ થઈ ગઈ. ત્યારે દૈનિક મોતમાં એક દિવસમામં 27 ટકાનો વધારો થયો. મંગળવારે 571 લોકોના મોત થયા. દેશમાં મંગળવારે લગભગ 2.87 લાખ નવા કેસ સામે આવ્યા.

(11:17 am IST)