Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

દિલ્હીમાં હવે માત્ર ૩ દિવસ દારૂનું વેચાણ નહી થઈ શકે

કેજરીવાલ સરકાર દારૂ પીનારાઓ પર મહેરબાન : હવે દિલ્હીમાં દારુની દુકાનો માત્ર ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને ગાંધી જયંતીના દિવસે બંધ રહેશે

નવી દિલ્હી, તા.૨૫ : દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર દારુ પીનારાઓ પર મહેરબાન થઈ છે. નવી એક્સાઈઝ પોલિસીમાં સરકારે હવે ડ્રાય ડે એટલે કે જે દિવસ દારુનુ વેચાણ ના થતુ હોય તેવા દિવસોની સંખ્યા ઘટાડી દીધી છે. કેજરીવાલ સરકારના કહેવા પ્રમાણે હવે દારુની દુકાનો માત્ર ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને ગાંધી જયંતિના દિવસે બંધ રહેશે.આ પહેલા ૨૧ દિવસ એવા હતા જ્યારે દારુની દુકાનો બંધ રહેતી હતી. દરમિયાન કેજરીવાલ સરકારના નિર્ણયની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે અને ભાજપ તેમજ કોંગ્રેસે કહ્યુ છે કે, દિલ્હીમાં દારુના વેચાણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે ડ્રાય ડેના દિવસે અમુક પ્રકારના લાયસન્સ લેનારા હોટલ સંચાલકો રુમમાં દારુ પીરસી શકશે.જોકે સરકાર વર્ષમાં કોઈ પણ દિવસને ડ્રાય ડે જાહેર કરી શકશે. નવી નીતી હેઠળ દિલ્હીમાં દરેક વોર્ડમાં ત્રણ થી ચાર દારુની દુકાનો ખુલી રહી છે.પહેલા ૭૯ વોર્ડ એવા હતા જ્યાં દારુની એક પણ દુકાન નહોતી. નવી નીતિથી સરકાર યુવાઓને દારુ પીવા માટે પ્રોરત્સાહિત કરી રહી હોવાના આરોપ ભાજપે લગાવ્યો છે.

(12:00 am IST)