Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ભારતને મળ્યા સૌથી ઘાતક હથિયાર! રશિયા તરફથી AK-203 રાઇફલ્સની ડિલિવરી

રશિયાની ઘાતક રાઈફલ AK-203 ભારતમાં પણ બનાવવા યોજના :સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 70 હજાર એકે-203 રશિયાથી સીધી ભારતમાં આવી

નવી દિલ્હી : રશિયાએ ભારતને 70 હજાર એકે-203 એસોલ્ટ રાઈફલ્સ સોંપી છે. ભારત અને રશિયા વચ્ચે રાઈફલ્સ કરાર થયા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં તમામ કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલ્સ ભારતને ડિલિવરી કરવામાં આવી હતી

  મળતી માહિતી મુજબ આ રાઈફલો ખૂબ જ તેજ ગતિએ પહોંચાડવામાં આવી છે અને તૈયાર રાઈફલો ભારતમાં આવી ગઈ છે. 70 હજારમાં રાઈફલ ખરીદવાનો સોદો કર્યો હતો સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોન્ટ્રાક્ટ અને ડિલિવરી વચ્ચે ઘણો ઓછો સમય લાગ્યો છે અને રાઈફલ્સ ભારતને સોંપવામાં આવી છે. ગત વર્ષે ભારતે તાકીદની જરૂરિયાત મુજબ 70 હજાર એકે-203 રાઈફલ ખરીદવાનો સોદો કર્યો હતો

 . આ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન છ લાખ એકે-203 રાઈફલ્સની ડીલ પણ ફાઈનલ થઈ હતી. આ તમામ રાઈફલો ભારતમાં જ બનશે. કુલ મળીને 6.7 લાખ રાઈફલોની ડીલ કરવામાં આવી છે, જેમાંથી 70 હજારની ડિલિવરી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ ભારતની અગ્નિ-5 મિસાઈલ સાબિત થશે ગેમ ચેન્જર, ચીન સામે ટકી શકશે નહીં ભારત અને રશિયા વચ્ચેના પ્રથમ 2+2 સંવાદમાં વિદેશ અને સંરક્ષણ પ્રધાનો મળ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિન પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમગ્ર ડીલની કુલ કિંમત પાંચ હજાર કરોડ જણાવવામાં આવી રહી છે. મેક ઈન ઈન્ડિયા ઈન ઈન્ડિયા અંતર્ગત બાકીની રાઈફલ્સ અમેઠીની ફેક્ટરીમાં બનાવવામાં આવશે.

AK-203 એસોલ્ટ રાઇફલ લગભગ 30 વર્ષ જૂની INSAS રાઇફલ્સનું સ્થાન લેશે. AK-203 7.62 X 39 mm કેલિબર ગન છે અને આ એસોલ્ટ રાઈફલ્સ 300 મીટરની રેન્જ ધરાવે છે, વજન ઓછું છે, મજબૂત અને શ્રેષ્ઠ ટેકનોલોજીથી સજ્જ છે. આધુનિક એસોલ્ટ રાઇફલ્સનો ઉપયોગ કરવો વધુ સરળ છે. હાઈટેક રાઈફલ્સ વર્તમાન અને ભવિષ્યના પડકારોને સરળતાથી પહોંચી વળવા સક્ષમ છે. આ સાથે સેનાની લડાયક ક્ષમતાને પણ આનાથી બૂસ્ટ મળશે. આ રાઈફલો સુરક્ષા દળોને ઉગ્રવાદ અને આતંકવાદ વિરુદ્ધ તેમના અભિયાનને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે.

(12:00 am IST)