Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ટ્રેક્ટર રેલીમાં હિંસા બાદ ખેડૂતોઓએ લીધો મોટો નિર્ણય : પરેડને તાત્કાલિક બંધ કરાઈ

ઘર્ષણ બાદ ટ્રેકટર પરેડ રોકીને ઘરણા સાથે પરત ફર્યા : નવા કૃષિકાયદાના વિરોધમાં આંદોલન રહેશે યથાવત: કિસાન રેલી બાદ સંયુક્ત કિસાન મોરચાનું એલાન

નવી દિલ્હી : ત્રણ  કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આજે ટ્રેક્ટર પરેડ યોજવા દરમિયાન ખેડૂતો અને સેના વચ્ચે દિવસભર ચાલેલા ઘર્ષણ બાદ ખેડૂત નેતાઓને તાત્કાલિક અસરથી ખેડૂતે ગણતંત્ર પરેડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત ખેડૂત મોર્ચાએ તમામ ખેડૂતોને કહ્યું કે, પરેડને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને તમામ પરત ધરણા સ્થળો પર પરત આવ્યા હતા

તમામ મોટા ખેડૂત નેતાઓ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ સંયુક્ત ખેડૂત મોર્ચાએ સાંજે 7:30 એક નિવેદન જાહેર કર્યું, જેમાં તેમના તરફથી ખેડૂત ગણતંત્ર દિવસ પરેડને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. તમામ આંદોલનકારીઓને ધરણા સ્થળો પર પરત ફરવા માટે અપીલ કરવામાં આવી છે

સાથે સંયુક્ત ખેડૂત મોર્ચાએ જાહેરાત કરી છે કે ખેડૂત આંદોલન શાંતિપૂર્વ ચાલુ રહેશે અને આગામી નિર્ણયો પર ચર્ચા બાદ જલ્દીધી નિર્ણય લેવામાં આવશે.

(9:48 pm IST)