Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

પશ્ચિમ બંગાળમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીમાં બોગસ વોટિંગ અને મુસ્લિમ મતદાતાઓથી સુરક્ષા આપવી જરૂરી : વિરોધ પક્ષો ઉપર હુમલાઓ થવાની ભીતિ : અર્ધ લશ્કરી દળોને તહેનાત કરો : દિલ્હી સ્થિત એડવોકેટ પુનિત કૌર ધંધાની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી : અરજદાર પશ્ચિમ બંગાળના રહેવાસી નથી

ન્યુદિલ્હી : પશ્ચિમ બંગાળમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીમાં બોગસ વોટિંગ અને મુસ્લિમ મતદાતાઓથી સુરક્ષા આપવી જરૂરી છે.તેવા મંતવ્ય સાથે  દિલ્હી સ્થિત એડવોકેટ પુનિત કૌર ધંધાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

જેમાં જણાવાયા મુજબ ચૂંટણી દરમિયાન  વિરોધ પક્ષો ઉપર હુમલાઓ થવાની ભીતિ છે. તેથી અર્ધ લશ્કરી દળોને તહેનાત કરવાની જરૂર છે.રાજ્યની મતદાર યાદીમાં તેલંગણાના મુસ્લિમ મતદારોને શામેલ કરી દેવાયા છે.જેઓ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

ઉપરોક્ત પિટિશન મામલે  કોર્ટના ન્યાયધીશ શ્રી અશોક ભૂષણની બેન્ચે જણાવ્યું હતું કે અરજદાર પશ્ચિમ બંગાળના રહેવાસી નથી તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. તેઓએ પિટિશન કેમ દાખલ કરી તે બાબત વિચારણીય હોવાનું જણાવી  તેમની પિટિશન ફગાવી દેવામાં આવી હતી.

પિટિશનમાં ભાજપ આગેવાનો ઉપર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરી તેઓને રક્ષણ આપવા માંગણી કરાઈ હતી જેના અનુસંધાને નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:05 pm IST)
  • દિલ્હીની સરહદે બેરીકેડ તોડીને ખેડૂતોએ કિસાન ટ્રેકટર રેલી શરૂ કરતા અત્યારે સવારે ૧૧-.૩૦ આસપાસ પોલીસે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ટીયરગેસ છોડયો છે અને લાઠીચાર્જ શરુ કર્યો છે. દિલ્હીની ગાજીપુર સરહદે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ છે. access_time 12:04 pm IST

  • 17 હજાર ફૂટ ઊંચે આવેલી ઈન્ડો તિબેટ બોર્ડર ઉપર જવાનોએ ત્રિરંગો લહેરાવ્યો : માઇન્સ 25 ડિગ્રી તાપમાન વચ્ચે ઉમંગભેર 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી : જયભારત...... access_time 12:34 pm IST

  • કેટલાક રાજકિય તત્વો ખેડૂત રેલીને તોડી પાડવા માગે છે, અમે ખેડૂત રેલી શાંતિપૂર્ણ પસાર કરી રહ્યા છીએ: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત: ખેડૂતો પરત ફરી રહ્યા હોવાનું પણ કહ્યું: દરમિયાન દિલ્હીમાંમાં પોલીસ સાથે ખેડૂતોની ભારે અથડામણો: લાલ કિલ્લામાંથી આંદોલનકારીઓને હટાવવામાં આવ્યાની જાહેરાત..સ્થિતિ તંગ access_time 6:40 pm IST