Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સાધુ અનુવાદ નહીં અનુનાદ કરે છે : પૂ. મોરારીબાપુ : બુદ્ધ ભગવાનની નિર્વાણ ભૂમિ કુશીનગરમા આયોજિત "માનસ નિર્વાણ "ઓનલાઇન શ્રી રામકથાનો આજે ચોથો દિવસ : પૂ. મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન : કાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રી રામકથાનું રસપાન કરશે

રાજકોટ::::સાધુ અનુવાદ નહીં અનુનાદ કરે છે તેમ ગ પૂ. મોરારીબાપુએ બુદ્ધ ભગવાનની નિર્વાણ ભૂમિ કુશીનગરમા આયોજિત "માનસ નિર્વાણ "ઓનલાઇન શ્રી રામકથાનો આજે ચોથો દિવસે જણાવ્યું હતું કથા સ્થળે પૂ. મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.કાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રી રામકથાનું રસપાન કરશે.

          પૂ. મોરારીબાપુએ શ્રી રામકથા માં વધુમાં કહ્યું હતું કે અનુવાદમાં વિરોધ થાય છે જ્યારે અનુનાદ માં વિરોધ થતો નથી. પૂજ્ય મોરારીબાપુએ આજે શિવ ચરિત્રની કથા નું રસપાન કરાવ્યું હતું પ્રયાગરાજ માં કુંભ દરમિયાન ભારદ્વાજ ઋષિ એ યાજ્ઞવલ્કય ને પૂછ્યું હતું કે રામ કોણ છે જે આધારે ભગવાન રામ ની કથા સંભળાવી હતી ત્રેતાયુગમાં ભગવાન શિવ એ કુંભજ ઋષિ પાસેથી આ કથા સાંભળી હતી.

(5:40 pm IST)