Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

પ્રજાસતાક પર્વે રાજપથ પર અલગ-અલગ રાજ્યોની ઝાંખી : ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિરની ઝલક મળી

પ્રથમ વખત લદ્દાખની ઝાંખી જોવા મળી હતી જ્યારે યુપીમાં રામ મંદિરની ઝલક જોવા મળી

નવી દિલ્હી : ભારત 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યુ છે. આ પ્રસંગે દિલ્હીના રાજપથ પર પરેડ નીકળી હતી. દેશના અલગ અલગ ભાગમાંથી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. પાટણના સૂર્ય મંદિરની ઝાંખી જોવા મળી હતી. રાજપથ પર પ્રથમ વખત લદ્દાખની ઝાંખી જોવા મળી હતી જ્યારે યુપીમાં રામ મંદિરની ઝલક જોવા મળી હતી

  ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરની ઝાંખી પણ રાજપથમાં જોવા મળી હતી. આ ઝાંખીને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ મંદિર બનાવવા માટે ફાઇબ કાસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝાંખી સાથે 12 કલાકાર ટિપ્પણી નૃત્ય કરતા જોવા મળ્યા હતા

રાજપથ પર ઝાંખીમાં સૌથી પ્રથમ ઝાંખી, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની ઝાંખી જોવા મળી હતી. જે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ પ્રજાસત્તાક દિવસ પરેડમાં સામેલ થયુ હતું. લદ્દાખ રાજ્યના શાંતિપ્રિય અને સંતોષી લોકો પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ પર ગૌરવ અનુભવી રહ્યા છે અને કેન્દ્ર શાસિત દરજ્જાનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ ઝાંખી લદ્દાખને સંઘ શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ લદ્દાખને કાર્બન ન્યૂટ્રલ સ્ટેટ બનાવીને વિશ્વ માટે ઉદાહરણ આપ્યુ હતું.

આ વખતે ઉત્તર પ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. જેમાં રામ મંદિરની ઝલક જોવા મળી હતી. ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક શહેરને અયોધ્યાના રાજા બ્રહ્માના પુત્ર મનુએ વસાવ્યુ હતું, તેને જ અયોધ્યા કહેવામાં આવ્યુ તેમાં અષ્ટાચક્ર નવાદ્વાર છે જેનું વર્ણન અથર્વવેદમાં મળે છે. વાલ્મિકી કૃત રામાયણમાં અયોધ્યાને ભગવાન રામનું જન્મસ્થળ બતાવવામાં આવ્યુ છે. આખા વિશ્વમાં અયોધ્યાને રામ જન્મભૂમિ હોવાનું કારણ સનાતન સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે.

રાજ્ય બાદ કેન્દ્રીય મંત્રાલયોની ઝાંખી જોવા મળી હતી. આઇટી મંત્રાલયની ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિઝિટલ ઇન્ડિયા- આત્મનિર્ભર ભારત થીમને દર્શાવવામાં આવી હતી. ઝાંખીમાં એઆઇ રૉબોટના 3ડી મૉડલને દર્શાવવામાં આવ્યુ છે જે ડિઝિટલ ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા માર્ગદર્શિત ડિઝિટલ ક્રાંતિને બતાવે છે. ઝાંખીના પાછળના ભાગમાં એમઇઆઇટીવાઇ દ્વારા પ્રદાન કરવામાં આવી રહેલી સેવાઓને વીડિયોના માધ્યમથી બતાવવામાં આવી રહી છે અને કોવિડ-19 મહામારી દરમિયાન હમારા નાયક-એક આરોગ્ય સેતુ એપ શાનથી ઉપસ્થિત છે.

(1:41 pm IST)