Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

લશ્કરનું હેલિકોપ્ટર તૂટી પડતા એક પાયલોટનું અવસાન અને બીજા પાયલોટની ગંભીર સ્થિતિ

( સુરેશ ડુગ્ગર દ્વારા ) જમ્મુ :જમ્મુ-પંજાબ બોર્ડર ઉપર લશ્કરનું હેલિકોપ્ટર ટેક્નિકલ ખામીને લીધે તૂટી પડતા લેફ્ટનન્ટ કર્નલ રિષભ શર્માનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે જ્યારે બીજા પાયલોટ કેપ્ટન અંજની કુમાર સિંધ ગંભીર સ્થિતિમાં વેન્ટિલેટર ઉપર છે. પઠાણકોટના મેમૂન  કેન્ટ થી નીકળેલ ધ્રુવ હેલીકોપ્ટર તૂટી પડયું હતું. બંને પાયલોટને પઠાણકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં લેફ્ટનન્ટ કર્નલ શર્માનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

(10:11 am IST)
  • દિલ્હીમાં અક્ષરધામ પાસે પોલીસ સાથે નીહંગ સરદાર તલવાર સાથે અથડામણમાં આવી ગયા હતા.પત્રકાર સુશ્રી મિલન શર્માએ ટ્વિટર ઉપર શેર કરેલો વિડિયો, તસ્વીર access_time 12:45 pm IST

  • ચૂંટણીના કારણે બીએ, બી.કોમ.ની પરીક્ષાઓ મુલતવી રહેલ છે : ચૂંટણીના કારણે બીએ, બી.કોમ.ની પરીક્ષાઓ મુલતવી રહેલ છે ૨૫ ફેબ્રુઆરીથી બીએ, બી.કોમ.ના ૩૨૦૦૦ સહિત કુલ ૫૦ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી, હવે આ પરીક્ષા માર્ચમાં લેવાશે. પરીક્ષા સેન્ટર અને અધ્યાપકોને ચૂંટણી કામગીરી સોંપવાની હોવાથી આ પગલું ભરાયું છે access_time 10:52 am IST

  • દિલ્હી એનસીઆરમાં અર્ધ સુરક્ષા દળની 15 કંપનીઓ તેનાત : આંદોલન કરનારાઓને પુરી તાકાતથી ડાબી દયો : ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ પોલીસ કમિશનરનો આદેશ : ઇન્ડિયા ગેટ તરફ જતા બધા રસ્તાઓ બંધ access_time 6:46 pm IST