Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ:મહેશ - નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી

8 મહાનુભાવોને પદ્મવિભૂષણ, 10 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 102 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે

નવી દિલ્હી : દેશના 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.સાંજે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જે મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ અને સ્વ.મહેશ - સ્વ.નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ અપાશે. જ્યારે દાદુદાન ગઢવી અને ચંદ્રકાન્ત મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે.

 આજે જાહેર કરાયેલી યાદીમાં 8 મહાનુભાવોને પદ્મવિભૂષણ, 10 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 102 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે

(10:07 am IST)
  • ચૂંટણીના કારણે બીએ, બી.કોમ.ની પરીક્ષાઓ મુલતવી રહેલ છે : ચૂંટણીના કારણે બીએ, બી.કોમ.ની પરીક્ષાઓ મુલતવી રહેલ છે ૨૫ ફેબ્રુઆરીથી બીએ, બી.કોમ.ના ૩૨૦૦૦ સહિત કુલ ૫૦ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી, હવે આ પરીક્ષા માર્ચમાં લેવાશે. પરીક્ષા સેન્ટર અને અધ્યાપકોને ચૂંટણી કામગીરી સોંપવાની હોવાથી આ પગલું ભરાયું છે access_time 10:52 am IST

  • 17 હજાર ફૂટ ઊંચે આવેલી ઈન્ડો તિબેટ બોર્ડર ઉપર જવાનોએ ત્રિરંગો લહેરાવ્યો : માઇન્સ 25 ડિગ્રી તાપમાન વચ્ચે ઉમંગભેર 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી : જયભારત...... access_time 12:34 pm IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST