Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

આ રવિવારે હવે ફેસબુક ખોટકાયું :દુનિયાભરના અનેક ભાગમાં ધાંધિયા: ભારતમાં યુઝર્સ પરેશાન

લોકોનું કહેવું છે કે, તેમને ફેસબુક પર ન્યૂઝ ફીડ અને નોટિફિકેશન મળતી નથી.

નવી દિલ્હી : ગયા રવિવારે વોટ્સએપમાં ખામી સર્જાયા બાદ આજે રવિવારે અમેરિકા, બ્રિટન સહિત યુરોપ તથા એશિયાના અમુક ભાગમાં રવિવારે ફેસબુક ફરી એક વાર ખોટકાયું હતું. જેને લઈ યુઝર્સને ન્યૂઝ ફિડ અને નોટિફિકેશન મળતી નથી. વપરાશકારોએ કરેલી ફરિયાદમાં લગભગ 4000થી પણ વધારે લોકોનું કહેવું છે કે, તેમને ફેસબુક પર ન્યૂઝ ફીડ અને નોટિફિકેશન મળતી નથી.

ફેસબુકે પોતાના સર્વર સ્ટેટર પેજ પર કહ્યું છે કે, હાલમાં અમારા પ્લેટફોર્મ પર ચાલી રહેલા ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહ્યા છીએ. જેને લઈ ઠીક કરવામાં થોડો વધું સમય લાગી રહ્યો છે. અમારી ટીમ આ વિશે તપાસ કરી રહી છે અને તેને ઠીક કરવાની કામગીરી ચાલું છે.

(9:35 pm IST)