Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ હોમ' સમારોહ : બ્રાઝીલના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય અતિથિ

રાષ્ટ્રપતિ ,ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ દેશભરમાં આજે 71માં ગણતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના રાજપથની પરેડે દેશવાસિઓને જોશ અને જનૂનથી ભરી દીધા હતા.હવે રાષ્ટ્રપતિ ભવનમાં ગણતંત્ર દિવસના અવસર પર 'એટ હોમ' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે. એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

રાજપથની પરેડમાં 71માં ગણતંત્ર દિવસના અવસર પર દુશ્મનને સૈન્ય પાવરના પરાક્રમનો સંદેશ આપવાની સાથે ભારતની સોફ્ટ પાવરની શક્તિનો દુનિયાને પરિચય થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ સમારોહ વર્ષમાં બે વાર થાય છે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે. દર વખતે વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજદૂતો અન્ય ગણમાન્ય લોકો સિવાય પત્રકારોને પણ આમંત્ર આપવામાં આવે છે. આ વખતે પણ સમારોહમાં દેશની ઘણી મહત્વપૂર્ણ હસ્તિઓને એટ હોમમાં બોલાવવામાં આવી છે.

(9:22 pm IST)