Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કહ્યું ભારતમાં રહ્યો હોત તો નોબેલ ના મળ્યો હોત : ભારતમાં પ્રતિમાની કમી નથી, વ્યવસ્થાની જરૂર

સત્તાધારી પાર્ટીને પણ સારા વિપક્ષની જરૂર હોય છે: હાલ એવું નથી લાગતું કે આપણે અર્થતંત્રની સમસ્યાથી ઝડપથી બહાર નીકળી શકશું

જયપુરઃ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું કહેવું છે કે જો તે ભારતમાં હોત તો નોબેલ પુરસ્કાર જીતવા સક્ષમ ન હોત. તેમણે કહ્યું કે, તેવું નથી કે ભારતમાં પ્રતિભાની કમી છે, પરંતુ અહીં ખાસ પ્રકારની વ્યવસ્થાની જરૂર છે. તેમણે આ વાત જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કરી હતી.

તેમણે કહ્યું કે, MITમાં અર્થશાસ્ત્રમાં પીએચડી કરનાર ઘણા વિદ્યાર્થી છે. મને ઘણા કામનો શ્રેય મળ્યો, પરંતુ તે બીજા દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ એક વ્યક્તિ માટે તેને હાસિલ કરવું એટલું સંભવ નથી.

  દેશની રાજકીય સ્થિતિ પર અભિજીત બેનર્જીએ કહ્યું કે, ભારતને એક સારી વિપક્ષી પાર્ટીની જરૂર છે. સત્તાધારી પાર્ટીને પણ સારા વિપક્ષની જરૂર હોય છે. નીચે આવતી અર્થવ્યવસ્થા પર અભિજીત બેનર્જીએ કહ્યું કે, હાલ એવું લાગતું નથી કે આપણે ઝડપથી સમસ્યામાંથી બહાર નિકળી શકશું. તેમાં હજુ સમય લાગશે. અર્થવ્યવસ્થામાં સુધાર માટે ધીરે-ધીરે ઘણી વસ્તુ પર કામ કરવાની જરૂર છે.


મુંબઈમાં જન્મેલા અભિજીત બેનર્જીએ કોલકત્તા યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરેલો છે. તેણણે હાર્વર્ડ યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી અને એમઆઈટીમાં પ્રોફેસર છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં પ્રોફેસર અભિજીત બેનર્જી, પત્ની એસ્ટર ડફ્લો અને માઇકલ ક્રેમરને સંયુક્ત રૂપથી અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી ખતમ કરવાના તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

(8:30 pm IST)