Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

પશ્ચિમ બંગાળમાં પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ : ભારે સુત્રોચાર

ભાજપ યુથ વિંગે ભારત માતાની પૂજનનું આયોજન કરેલ

કોલકતા : પશ્ચિમ બંગાળના હાવડામાં ભાજપ યુવા જૂથના કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપ યુથ વિંગના કાર્યકર્તાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખીને ભારત માતાની પૂજાનું આયોજન કર્યુ હતું.

 જો કે પોલીસે ભાજપના કાર્યકર્તાઓને રોક્યા હતા, તે દરમિયાન બંને પક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. પોલીસે ભાજપના કાર્યકર્તાઓને ખેંચીને તેમજ ઉઠાવીને પોલીસની ગાડીમાં બેસાડવાના પ્રયાસ કર્યા હતા. ત્યારે રોષે ભરાયેલાં ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસની વર્તણૂંકનો વિરોધ કર્યો હતો.

(8:15 pm IST)