Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

3000 જેટલા govt.in ઇમેઇલ આઈ.ડી .ઉપર હેકર્સ ત્રાટક્યા : ઈસરો , મિનિસ્ટ્રી ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ,સેબી ,પૂર્વ તથા વર્તમાન રાજદૂતો ,સહીત સરકારી સંસ્થાનોના ડેટા તથા પાસવર્ડની ચોરી

ન્યુદિલ્હી : ઓછામાં ઓછા 3000 જેટલા ઈમેલ આઈ .ડી. ઉપર હેકરોએ છેડછાડ કરી ડેટા અને પાસવર્ડ મેળવી લીધા છે.તેવું ધ કવીન્ટ દ્વારા જાણવા મળે છે.
જે સરકારી સાહસોના ડેટા અને પાસવર્ડ સાથે ચેડા થયા છે તેમાં ઈસરો ,મિનિસ્ટ્રી ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ,ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ,મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ,સેબી ,સહીત અનેક મહત્વના સરકારી ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.જેના કારણમાં  નબળા પાસવર્ડ જવાબદાર હોવાનું અનુમાન છે.
સીનીઅર ઓફિસરો જેમના પાસવર્ડ તથા ડેટા લીક કરાયા છે તેમાં પૂર્વ તથા વર્તમાન રાજદૂતો ,ઇસરોના નિવૃત તથા વર્તમાન કર્મચારીઓ ,રાજ્ય તથા કેન્દ્ર સરકારના પ્રથમ કક્ષાના અધિકારીઓ ,તેમજ   મહત્વના ડિપાર્ટમેન્ટ્સ નો સમાવેશ થાય છે.તેવું જાણવા મળે છે.

(8:24 pm IST)