Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

મધ્ય પ્રદેશના ઇન્‍દોરમાં ધ્‍વજવંદન સમયે બે કોંગી નેતાઓ વચ્‍ચે ફડાકાબાજીનો વિડીયો વાયરલ થતા ચકચાર : મુખ્‍યમંત્રી ધ્‍વજવંદન કરવાના હતા તે સ્‍થળ પર જ ઘટનાથી આશ્‍ચર્ય

ઈન્દોર : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કૉંગ્રેસ પાર્ટીની ઓફિસ ગાંધી ભવનમાં તે સમયે અસહજ સ્થિતિ ઊભી થઈ જ્યારે પાર્ટીના જ બે નેતા એકબીજાની સામસામે આવી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્દોરની પાર્ટી ઓફિસ પર ગણતંત્ર દિવસને ધ્યાને રાખી મુખ્યમંત્રી કમલનાથના હસ્તે ધ્વજવંદન થવાનું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઈન્દોર : મધ્ય પ્રદેશ ના ઈન્દોરમાં કૉંગ્રેસ પાર્ટીની ઓફિસ ગાંધી ભવનમાં તે સમયે અસહજ સ્થિતિ ઊભી થઈ જ્યારે પાર્ટીના જ બે નેતા એકબીજાની સામસામે આવી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્દોરની પાર્ટી ઓફિસ પર ગણતંત્ર દિવસને ધ્યાને રાખી મુખ્યમંત્રી કમલનાથના હસ્તે ધ્વજવંદન થવાનું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ નેતા દેવેન્દ્રસિંહ યાદવ અને ચંદુ કુંજીર સામસામે આવી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદુ કુંજીએ દેવેન્દ્રસિંહ યાદવને લાફો મારી દીધો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બની ગયો. બાદમાં પોલીસના હસ્તક્ષેપથી બંને શાંત પડ્યા.

(2:56 pm IST)