Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રામમંદિર નિર્માણ માટે દેશવાસીઓ પાસેથી રૂ. ૧૦નું યોગદાન લેવાશે : મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ

નવી દિલ્હી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 9 ફેબ્રુઆરી સુધીમાં ટ્રસ્ટનું ગઠન થઈ જશે અને ત્રણ મહિનાની અંદર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે અયોધ્યમાં મંદિર નિર્માણ માટે પ્રત્યેક વ્યક્તિ પાસેથી માત્ર 10 રૂપિયાનો સહયોગ લેવામાં આવશે. તેઓએ કહ્યું વડાપ્રધાન મોદી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થકી રાષ્ટ્ર મંદિર બનાવવા માગે છે. વિપક્ષ પર હુમલો કરતા યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે વોટ બેંકની રાજનીતિ કરતાં લોકોની દુકાન બંધ થઈ જશે તેવી દહેશતને જોતા કેટલાંક લોકો સીએએ અંગે ભ્રમ ફેલાવીને વિરોધ કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર પ્રદર્શનોથી કોઈ પણ જાતના દબાણમાં નહીં આવે અને જેઓએ વિરોધ પ્રદર્શન કરી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તેમની પાસેથી કોઈ પણ રીતે વસૂલાત કરવામાં આવશે.

(2:08 pm IST)