Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

બંગાળ વિધાનસભામાં કાલે નાગરિકતા સંશોધન કાયદા વિરૂધ્‍ધ બિલ રજૂ કરાશે

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોરચો ખોલનાર પશ્ચિમ બંગાળ સરકારને તેની વિરુદ્ધ વિધાનસભામા પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. જાણકારી અનુસાર ૨૭ જાન્યુઆરી બપોરે બે વાગે વિધાનસભાનું વિશેષ સત્ર આ પ્રસ્તાવ માટે બોલાવવામા આવ્યું છે.આ પૂર્વે કેરલ અને કોંગ્રેસના નેતૃત્વવાળા પંજાબમા આ પ્રસ્તાવ લાવવામા આવ્યો છે. તેમજ વિપક્ષી દળ કોંગ્રેસે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિધાનસભામા પ્રસ્તાવ મંજુર કરવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત કોંગ્રેસની સત્તાવાળા મધ્ય પ્રદેશ અને છત્તીસગઠમા જલ્દી જ આ પગલું લેવાની સંભાવનાએ સુત્રોએ વ્યક્ત કરી છે. અશોક ગેહલોતના નેતૃત્વવાળી રાજસ્થાન સરકારે સીએએ વિરુદ્ધ આગામી બજેટ સત્રમા એક સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભામા મંજુર કરવાનો નિર્ણય લીધો છે.

રાજસ્થાનના સંસદીય મામલાના મંત્રી શાંતિ ધારીવાલે સોમવારે કહ્યું કે વિધાનસભાનું બજેટ સત્ર ૨૪ જાન્યુઆરીએ શરૂ થઈ રહ્યું છે અને પ્રથમ દિવસે જ આ પ્રસ્તાવ આવવાની સંભાવના છે. લોકસભા અને રાજ્ય વિધાનસભામા એસસી/ એસટી અનામત બીલને ૧૦ વર્ષ સુધી આગળ વધારવા માટે ૨૫ જાન્યુઆરી પહેલા મંજુરી લેવી જરૂરી છે. તેથી બજેટ સત્ર ૨૪ જાન્યુઆરીના રોજથી શરુ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમા થઈ રહેલા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે પંજાબ વિધાનસભામા સીએએ કાયદાના વિરોધનો પ્રસ્તાવ મંજુર કરવામા આવ્યો હતો . જેમાં કહેવામાં આવ્યું છે નાગરિકતા સંશોધન કાયદો ગેરબંધારણીય છે. નાગરિકતા સંશોધન કાયદા વિરોધનો પ્રસ્તાવ પંજાબ સરકાર લઈને આવી હતી.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે પણ આ કાયદાનો વિરોધ કર્યો છે.પંજાબમા સત્તાધારી પાર્ટી કોંગ્રેસે વિધાનસભામાં સીએએ વિરોધનો પ્રસ્તાવ મુક્યો હતો. કોંગ્રેસે માંગ કરી છે કે આ કાયદો રદ કરવામા આવે. રાજય મંત્રી બ્રહ્મ મોહિન્દ્રા વિધાનસભામાં બે દિવસીય વિશેષ સત્ર દરમ્યાન આ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કર્યો હતો. મોહિદ્રાએ કહ્યું કે સંસદ દ્વારા બનાવવામા આવેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમા આક્રોશ છે અને તેનો વિરોધ ચાલુ છે. પંજાબમા આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થયું છે જે શાંતિપૂર્ણ રહ્યું છે.

પંજાબ વિધાનસભામા સરકારે આ પ્રસ્તાવને મંજુર કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો ગેરબંધારણીય છે. ભારત ધર્મનિરપેક્ષતાની આંટીઘુટીમા હંમેશા મજબુત રહ્યું છે. તેને અલગ થલગ કરવાનો પ્રયાસ કરવામા આવશે તો દેશની જનતાની સાથે સાથે કોંગ્રેસે પણ તેનો વિરોધ કરશે.

(2:07 pm IST)