Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

કાશ્મીર ખીણમાં ગણતંત્ર દિવસનો ધૂમધામથી ઉજવણી: તિરંગો લહેરાવતા જોવા મળ્યા બાળકો

LoC પાસે કુપવાડા સહિત અન્ય સ્થળોએ પણ સ્થાનિક લોકોએ સેનાના જવાનોની સાથે મળીને તિરંગો લહેરાવ્યો

શ્રી નગર, : સમગ્ર દેશ ગણતંત્ર દિવસનો જશ્ન મનાવી રહ્યો છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી 71મો ગણતંત્ર દિવસ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ કડીમાં કાશ્મીર ખીણના લોકોએ પણ 26 જાન્યુઆરીએ તિરંગો લહેરાવ્યો છે.

LoC પાસે કુપવાડા સહિત અન્ય સ્થળોએ પણ સ્થાનિક લોકોએ સેનાના જવાનોની સાથે મળીને તિરંગો લહેરાવ્યો.

આ દરમિયાન બાળકો ઘણા ખુશ જોવા મળ્યા અને સેનાના જવાનોની સાથે મળીને તેમણે તિરંગાને સલામી આપી.

અબાલવૃદ્ધ સૌ, ગણતંત્ર દિવસના સમારોહમાં તમામ લોકોએ ભાગ લીધો.

આ પહેલીવાર છે જ્યાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ખીણમાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક રેલી દરમિયાન કહ્યુ હતુ કે કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર કાશ્મીર ખુલ્લા મન અને જોશથી ગણતંત્ર દિવસ મનાવવા આવશે.

(12:15 pm IST)