Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સારું પ્રદર્શન નહીં કરનારા અધિકારીઓને ફરજીયાત રિટાયર્ડ કરવામાં આવશેઃ નીતિન ગડકરીની ચીમકી

સંબંધિત અધિકારીઓના કાર્યપ્રદર્શનનું ઓડિટ કરવામાં આવશે

 

નવી દિલ્હી : ભારત સરકારે માર્ગ નિર્માણ ક્ષેત્રમાં થઈ રહેલા વિલંબને લઈને અધિકારીઓ પર ફંદો કસવાનું શરૂ કરી દીધું છે. સારું પ્રદર્શન કરનારા અધિકારીઓ પર તવાઈ આવી શકે છે અને તેમને બળજબરીપૂર્વક રિટાયર્ડ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આવા અધિકારીઓને સાવધાન કરતા કહ્યું કે, રાજમાર્ગ પરિયોજનાઓમાં વિલંબનો સ્વીકાર કરવામાં નહીં આવશે અને સંબંધિત અધિકારીઓના કાર્યપ્રદર્શનનું ઓડિટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવા અધિકારીઓને જબરદસ્તી રિટાયર્ડ કરવામાં આવી શકે છે.

 ગડકરીએ 16 રાજ્યોમાં ચાલી રહેલા 28304 કિમીની 740 રાજમાર્ગ પરિયોજનાઓની 2 દિવસ સુધી ચાલેલી સમીક્ષા બાદ ટિપ્પણી કરી છે. પરિયોજનાઓની તમામ સંબંધિત પક્ષોની સાથે મળીને સમીક્ષા કરવામાં આવી હતી.

 બેઠકમાં માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI), રાજ્ય સરકારો, કોન્ટ્રાક્ટરો અને અનુબંધનકર્તા, સલાહકારો સહિત તમામ સંબંધિત પક્ષો ઉપરસ્થિત રહ્યા હતા. બેઠકમાં 31 માર્ચ, 2022 સુધી પ્રતિદિન 40 કિમી રસ્તાના નિર્માણનું લક્ષ્ હાંસલ કરવા વિશે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

(12:26 am IST)