Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

કોરોના વાઇરસ સામે લડવા ચીન ઉંધામાથે : વુહાનમાં છ દિવસમાં બનાવશે હૉસ્પિટલ

વુહાનમાં દર્દીઓની ભારે ભીડ : દવાઓની દુકાનો પર સ્ટૉક ખલાસ

ચીનમાં જીવલેણ વાયરલ કેરોના સામે લાડવા ચીનના વુહાન શહેરમાં છ દિવસમાં એક હૉસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેથી સમય રહેતા દર્દીઓનો ઇલાજ કરી શકાય.

ચીનમાં હાલ સુધી કોરોના વાઇરસના 830 કેસ નોંધાયા છે. દેશમાં વાઇરસના કારણે 41 લોકોનાં મૃત્યુ થયાં છે.

વુહાનમાં હૉસ્પિટલોની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં દર્દીઓની ભીડ છે. દવાઓની દુકાનો પર સ્ટૉક પૂર્ણ થઈ ગયો છે. પરંતુ માગ ઘટી રહી નથી.ચીનના સરકારી મીડિયા પ્રમાણે આ નવી હૉસ્પિટલ 1000 બેડની હશે.

ચીનના સરકારી મીડિયા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હૉસ્પિટલ દ્વારા 25 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં ખોદકામ શરૂ કરાયું છે.

આ રીતે જ વર્ષ 2003માં ચીને સૉર્સ વાઇરસ સામે લડવા માટે બેઇજિંગના આનન-ફાનનમાં એક હૉસ્પિટલ બનાવી હતી.હાવર્ડ મેડિકલ સ્કૂલમાં ગ્લોબલ હેલ્થ ઍન્ડ સોશલ મેડિસિન ભણાવનાર જોઆન કૉફમેનનું કહેવું છે, "આ હૉસ્પિટલ આ ખાસ બીમારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે."આમાં આ વાઇરસના દર્દીઓ જ આવશે. આના કારણે અહીં સુરક્ષાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે."

(12:00 am IST)