Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ભોપાલ ગેસકાંડથી જોડાયેલ અરજી પર નવ વર્ષ પછી સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

       સેન્‍કડો લોકોને કાળનો શિકાર બનાવનાર ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ ૩પ વર્ષ પછી પીડિતોનું વળતર વધારવાની આશા જાગી છે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠ કેન્દ્ર સરકારની આ કયુરેટીવ અરજી ( સુધારાત્મક અરજી) પર નવ વર્ષ પછી વિચાર કરવા માટે સહમત થઇ છે. જેમાં દુર્ધટનાના દોષી યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનથી પીડિતોને અને  વળતર અપાવવાની અરજી ટોચની અદાલતને કરવામાં આવી છે. અદાલત આ અરજી પર સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસ નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનની કેન્દ્ર સરકારે ડીસેમ્બર ર૦૧૦ માં દાખલ કરી હતી. જેમાં પીડિતોને લગભગ ૭૪૧૩ કરોડ રુપિયાનુ વધારાનું વળતર આપવાની અરજ હતી સાથેજ પીડિતોને રાહત ઉપલબધ કરાવવા અને એમના પુર્નવાસ માટે મધ્યપ્રદેશ રાજય સરકારએ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલ ખર્ચને પણ યુનિયન કાર્બાઇડથી અપાવવાની માંગ કરી છે.

        જસ્ટીશ અરુણ મિશ્રા, જસ્ટી ઇન્દીરા બેનરજી તથા અન્ય ન્યાયાધીશોની પીઠ ર૮ જાન્યુઆરીના કયુરેટીવ અરજી પર વિચાર કરશે. સરકારે પોતાની અરજીમાં કહ્યું હતુ કે અદાલતના ૧૯૮૯ના આદેશ પર ફેરવિચાર કરવી જોઇએ.

(10:34 am IST)