Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ટેરર ફંડિગ કેસઃ આતંકી હાફિઝ સઇદ વિરૂદ્ધ સતત ત્રીજા દિવસે સુનાવણી ન થઇઃ પાકિસ્તાની અદાલતના અધિકારીએ આપી જાણકારી

        આતંકવાદને પોષણ કરવાના મામલામાં આરોપી મુંબઇ હુમલાના હાફિઝ સઇદ વિરૂદ્ધ અભિયોજન પક્ષના વકીલની છૂટીના કારણે છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી નથી થઇ શકી. પાકિસ્તાની અદાલતના અધિકારીએ આ જાણકારી આપી હતી.

        અદાલતના એક અધિકારીએ પીટીઆઇને બતાવ્યું કે લાહોરની આતંકવાદ વિરોધી અદાલત (એટીસી) એ સુનાવણી ર૭ જાન્યુ. સુધી સ્થગીત કરી દીધી. કારણ અદાલતને બતાવ્યુ કે ઉપમહા અભિયોજક અબ્દુર રઉફ થોડા દિવસો માટે છુટી પર છેૃ એમણે બતાવ્યુ કે રઉફ દેશથી બહાર છે અને સોમવારના પરત આવશે.

        ઉલ્લેખનીય છે કે ર૭ જાન્યુઆરીના પણ સઇદના વકીલો નસીરુદિન નય્યર અને ઇમરાન ફજલ ગુલમે અદાલતને અનુરોધ કર્યો કે લાહોર અને ગુજરાવાલામાં આતંકવાદને વિતપોષણ કરવા માટે દાખલ બે મામલામાં પોતાના બચાવમાં તર્ક રજુ કરવા માટે વધુ સમય આપવામાં આવે.

        એટીસી ન્યાયાધીશ અરસદ હુશેન ભુટાએ એમનો અનુરોધ સ્વીકારતા ર૩ જાન્યુઆરીના આગલી સુનાવણી સુધી પુરું કરવા નિર્દેશ આપ્યો હતો.

(12:00 am IST)