Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

કેનેડામાં અભ્યાસ કરતી ભારતીય મૂળની વિદ્યાર્થીની ઉપર ચાકુથી હુમલો : તામિલનાડુની વતની 23 વર્ષીય એન્જેલિન રાહેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ટોરોન્ટો : કેનેડાના ટોરોન્ટોમાં અભ્યાસ કરતી ભારતના તામિલનાડુની વતની 23 વર્ષીય વિદ્યાર્થીની  એન્જેલીન રાહેલ ઉપર કોઈ અજાણ્યા શખ્શે ચાકુથી હુમલો કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.એન્જેલિનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.હુમલાખોર કોઈ એશિયન હોવાનું અનુમાન થઇ રહ્યું છે. વિદેશમંત્રી એસ.જયશંકરે વિદેશ મંત્રાલયના અધિકારીઓને પીડિત વિદ્યાર્થિનીના પરિવાર માટે વિઝાની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે.

(11:53 am IST)