Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ન્યુઝીલેન્ડમાં ફાટી નીકળેલા જવાળામુખીથી દાઝી ગયેલ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મયુરી સિંઘએ દમ તોડયોઃ સ્વ.મયુરીના પતિ પણ દાઝેલી હાલતમાં ઓકલેન્ડ ખાતેની હોસ્પિટલમાં સારવાર હેઠળઃ ૩ બાળકો માતા વિહોણાં

એટલાંટાઃ ન્યુઝીલેન્ડના ટાપુ ઉપર ૯ ડિસેં.ના રોજ જવાળામુખી ફાટવાથી મૃત્યુ પામેલ લોકોનો આંક ૧૭ થઇ જવા પામ્યો છે. અચાનક થયેલા વિસ્ફોટથી ટાપુ ઉપર હાજર તેવા ૪૭ લોકો જવાળામુખી ફાટવાથી ગેસ અને રાખ વચ્ચે ઘેરાઇ ગયા હતા તથા ફેલાયેલા અગ્નિથી દાઝી ગયા હતા. જેમાં યુ.એસ.ના એટલાન્ટા સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મયુરી સિંઘએ પણ સારવાર કારગત ન નિવડતા ઓકલેન્ડ ખાતે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પતિ પ્રતાપસિંહ ચૌહાણ પણ હજુ દાઝેલી હાલતમાં સારવાર હેઠળ છે. દંપતિને ૩ નાના સંતાનો છે.

દાઝી ગયેલા આ દંપતિને મદદરૃપ થવા Sewa તથા Rssના સ્વયંસેવકો હોસ્પિટલે દોડી ગયા હતા.

(12:00 am IST)