Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

‘‘અનુ એન્‍ડ નવિન જૈન વીમેન્‍સ સેફટી XPRIZE'' : સેકસી હુમલાઓનો ભોગ બનતી મહિલાઓ માટે અદ્યતન ટેકનોલોજી સાથેનું હાર્ડવેર તથા સોફટવેર સોલ્‍યુશન આપનાર ટીમને ૧ મિલીયન ડોલરનું ઇનામ : સમગ્ર વિશ્વમાંથી સેમિફાઇનલમાં પહોંચેલી ૨૧ ટીમો પૈકી ફાઇનલમાં વિજેતા થનાર ટીમને જુન ૨૦૧૮માં પુરસ્‍કૃત કરાશે

વોશીંગ્‍ટન : અમેરિકામાં દર ૩ મહિલાઓ પૈકી  ૧ મહિલા તેની સમગ્ર જીંદગી દરમિયાન સેકસી હુમલા તથા અત્‍યાચારનો ભોગ બને છે. જેમાંથી ૯૦ ટકા મહિલાઓ ફરિયાદ નોંધાવવાનું ટાળે છે. આથી મહિલાઓના રક્ષણ માટે ઇન્‍ડિયન અમેરિકન જૈન આંત્રપ્રિતિયર તથા ડોનર વોશીંગ્‍ટન સ્‍થિત જૈન પરિવાર દ્વારા અનુ એન્‍ડ નવિન જૈન વીમેન્‍સ સેફટી   XPRIZE  સ્‍પર્ધા જાહેર કરાઇ છે. જેના વિજેતાને ૧ મિલીયન ડોલરનું ઇનામ અપાશે. આ સ્‍પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી ૨૧ ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે. જેમણે  મહિલાઓ ઉપર થતા સેકસી તથા અત્‍યાચારી હુમલાઓ સમયે રક્ષણ માટે અદ્યતન ટેકનોલોજી ઉપાયો દર્શાવ્‍યા છે. જેમાંથી આખરી વિજેતાની પસંદગી જુન ૨૦૧૮ માં થશે.

સેમિફાઇનલમાં પહોંચેલી ૨૧ ટીમમાં ડેરાસિસ સ્‍કુલની શાન્‍વીના નેતૃત્‍વ હઠેળ સાન ઁિડએગો કેલિફોર્નિયા ખાતેની ટીમએ સ્‍થાન મેળવ્‍યું છે. જેણે મહિલાોઅના રક્ષણ માટેનું હાર્ડવેર તથા સોફટવેર સોલ્‍યુશન તૈયાર કર્યુ છે.

(10:01 pm IST)