Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બ્રાન્ડ મોદીમાં પગપેસારો કરશે રાહુલઃ NRI-મધ્યમ વર્ગ-યુવાનોને આકર્ષશે

૨૦૧૯ની ચૂંટણી પહેલા શહેરી અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચવા કોંગ્રેસનો પ્લાનઃ રાહુલ દુબઈ, બહેરીન, યુરોપ જશે અને એનઆરઆઈ લોકોને મળશેઃ મોદીને ટેકો આપનારા લોકોને પોતાની તરફ ખેંચવાનો રાહુલ પ્રયાસ કરશેઃ સામ પિત્રોડા અને શશી થરૂર ઘડી રહ્યા છે રણનીતિઃ પ્રોફેશ્નલ્સ અને બુદ્ધિજીવીઓને કોંગ્રેસ સાથે જોડવા પ્રયાસો

નવી દિલ્હી, તા. ૨૫ :. શું રાહુલ ગાંધી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા વિદેશની જમીન ઉપરથી દેશના શહેરી અને મધ્યમ વર્ગના લોકોને પોતાની તરફ ખેંચશે ? કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ આ અંગેની મોટી તૈયારી ગુપચુપ તૈયાર થઈ રહી છે.

રાહુલની એનઆરઆઈ વચ્ચે પ્રથમ પબ્લિક મીટીંગ ૯મી જાન્યુઆરીના રોજ દુબઈમાં યોજાનારી હતી. જો કે સુત્રના કહેવા મુજબ આ બેઠકને ટાળી દેવામાં આવી છે. જો કે આ અંગેના આયોજકોનુ કહેવુ છે કે, કેટલીક મુશ્કેલીઓ છે અને કાર્યક્રમને ચાલુ રાખવાના પ્રયાસો ચાલુ છે. રાહુલ બેહરીનમાં એક સંમેલનમાં ભાગ લેવા ૭ અને ૮ જાન્યુઆરીના રોજ જવાના હતા. ૯ જાન્યુઆરીએ દુબઈમાં પણ એક કાર્યક્રમ હતો. કોંગ્રેસને દાવો છે કે જો દુબઈનો કાર્યક્રમ જો અત્યારે કેન્સલ થાય તો બાદમાં તે યોજાશે.

કાર્યક્રમ એવી રીતે બનાવવામાં આવી રહ્યા છે કે જેનાથી આ વર્ષે યુરોપની પણ મુલાકાત રાહુલ લઈ શકે છે. વિદેશી મુલાકાતો પાછળ સામ પિત્રોડા અને શશી થરૂર રણનીતિ બનાવી રહ્યા છે. આ વર્ષે ઓગષ્ટમાં જ રાહુલ અમેરિકા ગયા હતા અને એનઆરઆઈ અને વિદેશી ઉદ્યોગપતિઓને મળ્યા હતા. કોંગ્રેસનો પ્રયાસ છે કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું એનઆરઆઈ, મધ્યમવર્ગ અને યુવાનો વચ્ચે સારૂ બ્રાન્ડીંગ થાય. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને આનો મોટો ફાયદો મળ્યો હતો અને બ્રાન્ડ મોદી બનાવવામાં આ બધાની મહત્વની ભૂમિકા હતી. આ લોકોની વચ્ચે ભાજપની સ્થિતિ અત્યારે પણ મજબુત છે અને રાહુલ તેમા પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોેંગ્રેસ હવે રાહુલ અધ્યક્ષ બન્યા બાદ આવા મતદારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલ છે. આ પ્રયાસમાં શશી થરૂરના નેતૃત્વમાં એક કમિટી પણ બનાવવામાં આવી છે. જેનુ કામ માત્ર પ્રોફેશનલ અને બુદ્ધિજીવીઓને કોંગ્રેસ   તરફ ખેંચવાનુ છે.(૨-૩)

 

(11:40 am IST)